Thursday, January 19, 2023

નર્મદા જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી છતાં બે અકસ્માતમાં બે ઇસમોને ઇજા, એકનું મોત | Two persons injured, one killed in two accidents in Narmada district despite celebration of road safety week

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/19/efcf4a99-efbb-46f0-8ed7-f60b8e0a911a_1674034253738.jpg

નર્મદા (રાજપીપળા)18 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દર વર્ષે પોલીસ અને આર.ટી.ઑ. માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીમાં લોકોને જાગૃત કરવા મહેનત કરે છે. તેમ છતાં બેફામ વાહનો હંકારતા ચાલકો અકસ્માત કરતા જોવા મળ્યા છે. જેમાં નર્મદા જિલ્લામાં અવાર નવાર અકસ્માતોની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. જેમાં કેટલા લોકોના જીવ જાય છે. તો કેટલા ઇજાગ્રસ્ત થાય છે.

હાલમાં નર્મદા જિલ્લામાં અકસ્માતની બે ઘટના બની છે, જેમાં ડેડીયાપાડા તાલુકાના સામરપાડા પાસે મોટર સાયકલ GJ-22-K-1382 ના ચાલકે પોતાની બાઈક પુર ઝડપે હંકારી લાવી મોટર સાયકલ નં-GJ-16-DF-4477 સાથે એક્સિડન્ટ કરી બાઈક ચાલક પ્રકાશભાઇને શરીરે જમણા પગના પંજા ઉપર તથા માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. તેમજ હાઈક પર પાછળ બેસેલા મેલસિંગ દાદલભાઇ વસાવાને જમણા પગના ઘુંટણથી નીચેના ભાગે ફેક્ચર કરી તથા ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવતા ડેડીયાપાડા પોલીસ મોટર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

જ્યારે બીજી ઘટના સાગબારા તાલુકાના ઘોડમંગ ગામના બસ સ્ટેન્ડ પાસે બની હતી. જેમાં મિતેશ રાજેશભાઇ વસાવા રહે.મહુપાડા, તા.સાગબારા, જિલ્લો નર્મદા એ પોતાની હોન્ડા યુનીકોન બાઈક નંબર GJ-26-Q-3884 ની પુરઝડપે હંકારી જઇ રોડની ડાબી સાઇડમાં ચાલતા જતાં મહેન્દ્ર ભામટીયાભાઇ વસાવાને પાછળથી ટક્કર મારી જમણા પગે ફેકચર કરી તથા શરીરે ઈજાઓ પહોંચાડી ગુનો કરતા સાગબારા પોલીસે મિતેશ વસાવા સામે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…