UN Report On India And China Population: India Will Overtake China In Three Months To Become The World's Most Populous Country

India And China Population: સંયુક્ત રાષ્ટ્રના જનસંખ્યા ડિવિઝનના એક તાજા રિપોર્ટ અનુસાર, ભારત આગામી ત્રણ મહિનામાં ચીનને પછાડીને દુનિયાનો સૌથી વધુ વસ્તીવાળો દેશ બની શકે છે. આનાથી બન્ને દેશો પર મહત્વપૂર્ણ અને આર્થિક પ્રભાવ જોવા મળી શકે છે. રટગર્સ યૂનિવર્સિટીમાં સાઉથ એશિયન હિસ્ટર્ીની એસોસિએટ પ્રૉફેસર ડૉ. આડ્રે ટ્રસ્ચકેએ યાહૂ ન્યૂઝને બતાવ્યુ – મોટાભાગના લોકો વિચારે છે કે ભારતની અર્થવ્યવસ્થામાં હજુ પણ ખુબ સંભાવનાઓ છે કેમ કે આ એક યુવા દેશ છે. 

ભારતમાં ઝડપથી વધી રહેલા 1.41 બિલિયન લોકોમાથી , 4 લોકોમાંથી લગભગ એક 15 વર્ષથી ઓછી ઉંમરનો છે અને લગભગ અડધા 25 વર્ષથી ઓછાના છે. તુલનાત્મક રીતથી ચીનની જનસંખ્યા લગભગ 1.45 બિલિયન છે, પરંતુ 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો જનસંખ્યાના માત્ર એક ચતુથાંશ ભાગ બને છે. 

ટ્રસ્ચકે કહ્યું કે, ભારતીય ઉપમહાદ્વીપે હંમેશા એક મજબૂત માનવ વસ્તીનુ સમર્થન કર્યુ છે, ભારતની તુલનામાં પણ લાંબા સમયથી ચીન સાથે કરવામાં આવી રહી છે, અને તેમને લાંબા સમય સુધી એકબીજાની સાથે વેપાર કર્યો છે. 1950 બાદથી ભારત અને ચીને દુનિયાની જનસંખ્યા વૃદ્ધિને અનુમાનિત 35% ભાગ લીધો છે. ચીનવ એક વૈશ્વિક ઔદ્યોગિક શક્તિ તરીકે ઉભરી રહ્યો છે. સંયુક્ત રીતે બે જનસંખ્યા અધિકેન્દ્ર દુનિયાના લગભગ 8 બિલિયનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. 

 

live reels News Reels

આ પહેલાના એક રિપોર્ટમાં પણ કહેવાયુ હતુ કે… 

UN Report On World Population: દુનિયાની વસ્તી મંગળવારે એટલે કે આજે (15 નવેમ્બરે) પોતાના રેકોર્ડ સ્તર પર પહોંચી જશે. સંયુક્ત રાષ્ટ્ર (United Nation)ના રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે મંગળવારે વિશ્વ જનસંખ્યા (World Population) 8 અબજને પાર થઇ જશે. 2030 સુધી પૃથ્વી પર જનસંખ્યાનો આ આંકડો વધીને 850 કરોડ, 2050 સુધી 970 કરોડ અને 2100 સુધી 1040 કરોડ થવાનુ અનુમાન છે. યૂએનના રિપોર્ટમાં માનવની એવરેજ ઉંમર (Average Age) ને લઇને દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં આ 72.8 વર્ષની થઇ ચૂકી છે, જે 1990ની સરખામણીમાં 2019 સુધી 9 વર્ષ સુધી વધી છે. 

વળી, રિપોર્ટમાં 2050 સુધી એક મનુષ્યની એવરેજ ઉંમર 77.2 વર્ષ સુધી પહોંચવાનુ અનુમાન પણ લગાવવામાં આવ્યુ છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે, મહિલાઓ પુરુષોની સરખામણીમાં એવરેજ 5.4 વર્ષ વધુ જીવે છે, મહિલાઓની એવરેજ ઉંમર 73.4 વર્ષ અને પુરુષોની એવેરજ ઉંમર 68.4 વર્ષ આંકવામા આવી છે. 

સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરવામા આવેલા વાર્ષિક જનસંખ્યા સંભાવના રિપોર્ટમા એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, વૈશ્વિક જનસંખ્યા 1950 બાદથી પોતાની સૌતી ધીમા દરે વધી રહી છે, જે 2020 માં એક ટકાથી પણ ઓછી થઇ ગઇ છે. રિપોર્ટ અનુસાર, વૈશ્વિક જનસંખ્યાને 7 થી 8 અબજ સુધી વધવામાં 12 વર્ષ લાગ્યા છે. જ્યારે 2037 સુધી આ 9 અબજ સુધી પહોંચી જશે.