Wednesday, January 18, 2023

US વિઝા અને ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓ માટે સારા સમાચાર, પ્રક્રિયા ઝડપી બનાવાશે

એજન્સીઃ અમેરિકાના વિઝા અને ગ્રીન કાર્ડ માટે અરજી કરનારા ભારતીય નાગરિકો માટે એક સારા સમાચાર આવ્યા છે. અમેરિકાએ આ પ્રક્રિયાને ઝડપી બનાવાનો નિર્ણય લીધો છે. બાઈડન સરકારે વિઝા અને ગ્રીન કાર્ડ માટેની કેટલીક મહત્વની કેટેગરીના પ્રીમિયમ પ્રોસેસિંગના વિસ્તરણની યોજના જાહેર કરી છે. મહત્વનું છે કે વિદેશી વિદ્યાર્થીઓની ટ્રેનિંગને લગતી કેટેગરી માટે જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત અરજદારો 2,500 ડૉલર ચૂકવીને અરજીને ઝડપી બનાવી શકાશે.

બાઈડન સરકારે વિઝાની પ્રક્રિયા અંગે મહત્વની જાહેરાત કરી છે જેમાં વિઝાની કેટેગરીનું વિસ્તરણ તબક્કાવાર ધોરણણે કરવામાં આવશે. જેમાં ગ્રીન કાર્ડ EB-1 અને EB-2 એપ્લિકેશનના પ્રીમિયમ પ્રોસેસિંગથી શરુઆત કરવામાં આવશે. અગાઉ E-13 ઈન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ અને મેનેજર ક્લાસિફિકેશન હેઠળ ફાઈલ કરાયેલા ફોર્મ I-140 ઉપરાંતની આ પ્રક્રિયા હશે. USCIS (United States Citizenship and Immigration Services) દ્વારા જણાવવામાં આવ્યું છે કે કાનૂની ઈમિગ્રેશન સિસ્ટમ પરથી ભારણણ ઘટાડવા માટે તથા કાર્યક્ષમતા વધારવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ  બોલિવૂડ ફિલ્મો પર ફાલતું નિવેદનો આપવાથી દૂર રહો: પીએમ

USCIS દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “માર્ચમાં અમે કેટલાક F1 વિદ્યાર્થીઓના પ્રીમિયમ પ્રોસેસિંગનું વિસ્તરણણ કરીશું. જેમાં ઓપ્શનલ પ્રક્ટિકલ ટ્રેનિંગ (OPT)ની જોગવાઈ હશે.” USCIS દ્વારા એશિયન્સ અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ અંગે પ્રેસિડેન્શિયલ એડવાઈઝરી કમિશનના એક ભાતીય અમેરિકન સભ્ય અજય જૈન ભુટોરિયાએ ગયા વર્ષે કરેલી ભલામણના આધારે આ નિર્ણય કરવામાં આવ્યો હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, “અમે પ્રીમિયમ પ્રોસેસિંગ સર્વિસના વિસ્તરણની ભલામણ કરીએ છીએ. જેમાં અરજી કરનારને એપ્લિકેશનના ઝડપી પ્રોસેસિંગ માટે 2500 ડૉલર ચૂકવવાનો વિકલ્પ રહેશે.” USCIS દ્વારા ફોર્મ I-140 સહિતના કેસ માટે પ્રીમિયમ પ્રોસેસિંગનો અમલ કરવાનો રહેશે.

” isDesktop=”true” id=”1321987″ >

બિઝનેસ વિઝા જારી કરવામાં પ્રગતિ

અમેરિકા દ્વારા મંગળવારે જણાવવામાં આવ્યું છે કે ભારતમાં બિઝનેસ વિઝા જારી કરવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને તે પ્રક્રિયા વધુ સરળ બને તે માટે સ્ટાફ વધારવા સહિતના જરુરી પગલા ભરવામાં આવી રહ્યા છે. આ વિષયમાં યુએસ આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ કોમર્સ ફોર ગ્લોબલ માર્કેટ્સ અરુણ વેન્કટરામને કહ્યું હતું કે બિઝનેસ તરફ અમે 2022માં H1B અને L વિઝા જારી કરવામાં નોંધપાત્ર પ્રગતિ મેળવી છે. સીધી નિમણૂકની સંખ્યા અમે બમણી કરી દીધી છે.

Published by:Tejas Jingar

First published:

Tags: Green card, United states of america, US Visa, અમેરિકા, વિઝા

Related Posts: