બે દિવસ દરમિયાન 1281 માર્ગ અકસ્માતના કેસ
રાજ્યમાં બે દિવસ દરમિયાન 1281 માર્ગ અકસ્માતના કેસ સામે આવ્યા હતા. ઉત્તરાયણની વાત કરીએ તો, 108ને પતંગની દોરથી ઇજાના 92, પતંગ ચગાવતા પટકાવાના 34, માર્ગ અકસ્માતના 820, પડી જવાના 368, મારામારીના 343 કેસ મળ્યા હતા. ઉત્તરાયણના દિવસે કુલ 1657 ઘટના બની હતી. વાસી ઉત્તરાયણના દિવસે સાંજ સુધી 817 ઇમરજન્સી કેસ સામે આવ્યા હતા. ખાસ કરીને સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ ઇમરજન્સી ઘટનાઓ નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં સૌથી વધુ 91 કેસ મારમારીના સામે આવ્યા હતા.
અમદાવાદ સિવિલમાં કેટલા કેસ?
અમદાવાદની વાત કરીએ તો, આ બે દિવસ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 40થી વધુ કેસ દાખલ છે. સોલા સિવિલમાં 31 અને અસારવા સિવિલમાં 11 કેસનો સમાવેશ થાય છે. અસારવા સિવિલમાં પડી જવાના 8 કેસ, પતંગ ચગાવતા ઇજાના 6 કેસ નોંધાયા હતા. જ્યારે વાસી ઉત્તરાયણના દિવસે 4 કેસ પડી જવાના, 20ને પતંગ ચગાવતા ઇજાના કેસ નોંધાયા હતા. આમ બે દિવસ દરમિયાન કુલ 59 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચો: ગુમ નર્સનો ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી જ ગળેફાંસો ખાધેલો મળ્યો મૃતદેહ, પરિવારનો ગંભીર આક્ષેપ
ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન 11 લોકોના મોત
શહેર | મૃતક | ઉંમર |
કામરેજ | સુમિત સાંગળિયા | 15 |
વડોદરા | રિન્કુ યાદવ | — |
વડોદરા | અજાણ્યા વ્યક્તિ | 35 |
વિજયનગર | રાજેશ સુથાર | 29 |
વિસનગર | કિશ્ના ઠાકોર | 3 |
રાજકોટ | રીષભ વર્મા | 6 |
રાજકોટ | નાનજી વાઘેલા | 20 |
જામનગર | જયંતી પાણવાણીયા | 18 |
કામરેજ | સંજય રાઠોડ | 32 |
કલોલ | અશ્વિન ગઢવી | — |
ભાવનગર | કિર્તી યાદવ | 2.5 |
બે દિવસ દરમિયાન ઇમરજન્સી કેસ
જિલ્લો | પડી જવાના કેસ | દોરીથી ઇજાના કેસ | મારામારી | અકસ્માત |
અમદાવાદ | 160 | 59 | 118 | 206 |
રાજકોટ | 45 | 2 | 25 | 74 |
વડોદરા | 57 | 15 | 11 | 76 |
સુરત | 59 | 5 | 32 | 134 |
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર