Wednesday, January 18, 2023

Valsad Student death in collage – News18 Gujarati

વલસાડ: રાજકોટમાં આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું ચાલુ શાળામાં જ હાર્ટ એટેકને કારણે મોત થયું હતુ. તેના જેવો જ કિસ્સો વલસાડમાં પણ સામે આવ્યો છે. વલસાડની જે.પી. શ્રોફ આર્ટસ કોલેજના બીએનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આકાશ દિનેશ પટેલ નામના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં જ  હાર્ટ એટેક આવી જતા વિદ્યાર્થીઓ સહિત તંત્ર દોડતું થયું છે.

વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ દિનેશ પટેલ નામના વિધાર્થીનું ચાલુ કોલેજમાં જ મોત થયાના સમાચારને કારણે આખા શહેરમાં ચર્ચા જગાવી છે.

આ વિદ્યાર્થીને સારવાર માટે તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો છે. હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

યુવકનું મોત થયા બાદ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે યુવકના પોસ્ટમોર્ટમના આધારે આ દિશામાં પોલીસ દ્વારા જરુરી કાર્યવાહી કરવામાં આવશે. બનાવની જાણ થતા પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

તમારા શહેરમાંથી (વલસાડ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: ગુજરાત, વલસાડ