Monday, January 9, 2023

VALSAD: પ્રાર્થનામાં મોડા આવતા શિક્ષકે બાળકોને એટલા માર્યા કે લાકડી તૂટી ગઈ, પોલીસે કરી ધરપકડ

વલસાડ: જિલ્લાના ધરમપુર તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને શાળાના મુખ્ય શિક્ષકે માર મારતા સીએચસી સેન્ટરમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ઘટનાને પગલે વાળીઓએ શાળામાં હોબાળો મચાવી શાળાને તાળાબંધી કરી હતી. જ્યાં આજરોજ સમગ્ર મામલે આચાર્ય એવા મુખ્ય શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ ધરમપુર પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

રોષે ભરાયેલા વાલીઓ શાળા પર દોડી ગયા 

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને શાળાના મુખ્ય શિક્ષકે માર માર્યો હોવાનો કારણે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા પિંડવણ પીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ શાળાની પ્રાર્થનામાં મોડા પહોંચતા માર મરાયો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાના પગલે રોષે ભરાયેલા વાલીઓ શાળા પર દોડી ગયા હતા અને તાળાબંધી કરી આચાર્યને બદલવાની માગ કરી હતી. 

આ મામલે બે અધિકારીઓને તપાસ સોંપી દેવામાં આવી

તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે બે અધિકારીઓને તપાસ સોંપી દેવામાં આવી છે. ધરમપુર તાલુકાના ખડકી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં દસેક વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં મોડા પહોંચતા શાળાના મુખ્ય શિક્ષક અને મહિલા આચાર્ય દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને માર માર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ બાળકો મોડા આવવા ના કારણે આ તેઓ રોષે ભરાયા હતા અને બાળકોને લાકડીના સોટા વડે  માર માર્યો હતો. લાકડી તૂટી ગયા બાદ પણ અન્ય લાકડાના સોટા વડે તેઓ બાળકોને માર માર્યો હતો. જેમાં 10 બાળકોની હાલત ગંભીર બનતા તેઓને તાત્કાલિક પિંડવડ પીએચસીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

શિક્ષક અને આચાર્યની ધરપકડ 

સમગ્ર ઘટના અંગેની જાણ બાળકોના વાલીઓને થતા તેમને શાળા પર જઈ  હોબાળો મચાવ્યો હતો અને શાળાની તાળાબંધી કરી હતી અને સાથે સાથે તાત્કાલિક મુખ્યશિક્ષક અને આચાર્ય એવા સામ્રગીની બેનની બદલીની માંગ કરી હતી.  ઘટનાની જાણ થતા વલસાડ પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જ્યાં આજરોજ મુખ્ય શિક્ષક અને આચાર્ય એવા સામ્રગીની બેનની ધરપકડ કરી વધુ તપાસ ધરમપુર પોલીસ દ્વારા હાથ ધરી છે. 

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.