Sunday, January 8, 2023

Wasim Jaffer On Umran Malik Wasim Jaffer Gave Big Statement About Umran Malik Know What He Said

Wasim Jaffer On Umran Malik: ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડી અને રણજી ક્રિકેટના દિગ્ગજ ખેલાડી વસીમ જાફરે યુવા ઝડપી બોલર ઉમરાન મલિકની પ્રશંસા કરતા કહ્યું કે તે ઘણો સુધરી ગયો છે. આ સાથે તેણે એમ પણ કહ્યું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ ( IPL)માં જોયા બાદ યુવા સીમરની વિકેટ લેવાની ક્ષમતામાં પણ વધારો થયો છે.

IPL 2022 દરમિયાન પસંદગીકારોને તેની ગતિથી પ્રભાવિત કર્યા પછી ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર ઉમરાન મલિક, શ્રીલંકા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં સાત વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

વસીમ જાફરે ESPNcricinfo ના હવાલાથી કહ્યું,   “મને લાગ્યું કે તે ઘણો સુધરી ગયો છે. મેં તેને IPLમાં જોયો ત્યારથી, મને લાગ્યું કે તે આ ફોર્મેટમાં હંમેશા મોંઘો રહેશે, કારણ કે તેની પાસે બહુ વધુ વેરિએશન અથવા ધીમા બોલ નથી.

તેણે આગળ કહ્યું, “જે પણ ગતિ સાથે આવે છે તે મેદાનની બહાર જાય છે કારણ કે બેટ્સમેન તે ગતિનો ઉપયોગ કરવા માટે પૂરતા હોંશિયાર છે. પરંતુ તેની લાઇન અને લંબાઈમાં ઘણો સુધારો થયો છે. તેની પાસે વિકેટ લેવા માટે  ક્ષમતા પણ છે.  તે રમતમાં  મોંઘો સાબિત થયો છે, પરંતુ તેણે મહત્વની વિકેટો લીધી છે. તેથી જ્યારથી મેં તેને આઈપીએલમાં જોયો છે ત્યારથી તેનામાં ઘણો સુધરો જોવા મળ્યો  છે.”

live reels News Reels

રાજકોટ ખાતેની ત્રીજી અને અંતિમ T20I માં ઉમરાન મલિકે શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા અને મહેશ તિક્ષાનાના રૂપમાં બે વિકેટ ઝડપી લીધી હતી, જ્યારે ત્રણ ઓવરમાં  10.30 ની ઇકોનોમીથી  31 રન આપ્યા હતા. ભારતે શનિવારે અંતિમ T20માં  ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી.  

શું ઉમરાન મલિક રેકોર્ડ તોડી શકશે?

તાજેતરમાં જ ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચોની શ્રેણી રમાઈ હતી. આ સિરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર ઉમરાન મલિકે 155 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. જે બાદ ઉમરાન મલિકે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ફાસ્ટ બોલર ઉમરાન મલિક પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો સૌથી ઝડપી બોલનો રેકોર્ડ તોડી શકે છે. વાસ્તવમાં ટીમ ઈન્ડિયા વર્ષ 2022માં ઘણી મેચ રમશે. સાથે જ ઉમરાન મલિકને ઘણી મેચ રમવાની તક મળશે.

શોએબ અખ્તરના રેકોર્ડ પર ઉમરાન મલિકે શું કહ્યું?

જોકે, ઉમરાન મલિક શોએબ અખ્તરના રેકોર્ડ પર નજર રાખી રહ્યો છે. તાજેતરમાં ઉમરાન મલિકે કહ્યું હતું કે તે શોએબ અખ્તરનો રેકોર્ડ તોડી શકે છે, પરંતુ મારી પ્રાથમિકતા ભારત માટે વધુ સારું પ્રદર્શન કરવાની છે. તેણે કહ્યું કે તમે મેચમાં કઈ ઝડપે બોલિંગ કરી રહ્યા છો, તે સમયે તમને ખબર નથી. તમારી બોલિંગ સ્પીડ મેચ પૂરી થયા પછી જાણી શકાય છે. ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું કે મેચ દરમિયાન મારું ધ્યાન સારી જગ્યાએ બોલિંગ કરવા અને વિકેટ મેળવવા પર હોય છે. જો કે એ જોવાનું રસપ્રદ રહેશે કે ઉમરાન મલિક પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો રેકોર્ડ તોડી શકશે કે નહીં? 

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.