https://images.bhaskarassets.com/web2images/960/2023/01/17/ajwa_1673935581.jpg
- Gujarati News
- Local
- Gujarat
- Vadodara
- Water Will Not Be Distributed In Ajwa Tank Area Of Vadodara This Evening, Water Will Be Given Tomorrow Morning Also With Low Pressure
વડોદરા4 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલ આજવા રોડ ટાંકી ખાતે પાણી વિતરણની ડીલીવરી લાઇનમાં લીકેજ રિપેરિંગની કામગીરી કરવામાં આવશે. જેથી આજે સવારે પાણી વિતરણ બાદ બપોરે 12 વાગ્યેથી લીકેજ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ વિસ્તારોમાં સાંજે પાણી નહીં આવે
જેથી આજવા ટાંકીથી પાણી મેળવતા વિસ્તારો કિશનવાડી, પૂજા પાર્ક, બીલીપત્ર, ખોડિયાનગર ચાર રસ્તાથી એસ્સાર પેટ્રોલ પંપ સુધી, રઘુકુળ વિદ્યાલયનીની આસપાસનો વિસ્તાર, તેમજ સાંજના 9થી 10 ઝોનમાં નવજીવનથી રામપાર્ક સોસાયટી, બાપોદ તળાવની પાછળનો વિસ્તાર વગેરેમાં સાંજના સમયે પાણી વિતરણ નહીં થાય.
બુધવારે સવારે ઓછા પ્રેસરથી પાણી મળશે
તેમજ આવતીકાલે બુધવારે લીકેજ રિપેરિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આજવા રોડ ટાંકીથી સવારના સમયનું પાણી વિલંબથી તેમજ હળવા દબાણથી આપવામાં આવશે.
21 જાન્યુઆરી સુધી કામગીરી
આ ઉપરાંત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની ટાંકીઓના સંપની સફાઇની કામગીરી 21 જાન્યુઆરી 2023 સુધી હાથ ધરવામાં આવી છે. જેમાં આજે કલાલી ટાંકી, 18 જાન્યુઆરીએ ગાયત્રીનગર ટાંકી, 19 જાન્યુઆરીએ હરીનગર, 20 જાન્યુઆરીએ તાંદલજા અને 21 જાન્યુઆરીએ ગોરવા ટાંકીના સંપની સફાઇની કામગીરી થશે.
સાંજે વિલંબથી અને ઓછા પ્રેશરથી પાણી મળશે
જેથી જે ટાંકીમાં સફાઇની કામગીરી થશે તે દિવસે તે વિસ્તારમાં સાંજના પાણી અપાતા વિસ્તારમાં સફાઇની કામગીરી પૂર્ણ થયા બાદ પાણીનું વિતરણ વિલંબથી તથા હળવા દબાણથી કરવામાં આવશે. આ કામગીરીને પગલે દરરોજ અંદાજે 50 હજાર જેટલા લોકોને હાલાકીનો સામનો કરવો પડશે.
જનતા પાણી કાપની સમસ્યાથી પરેશાન
અગાઉ વડોદરા શહેરમાં દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને 4 દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.
લીકેજને લઈને પાણીકાપ મૂકાય છે
વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.