https://images.bhaskarassets.com/web2images/960/2023/01/16/68f046e5-84f5-42b6-9ebe-ae5f49bcbc65_1673828924653.jpg
- Gujarati News
- Local
- Gujarat
- Botad
- While Driving A Paumbhaji Lorry In Botad, A Young Man Swallowed Phenyl Due To The Torture Of A Usurer, Was Shifted To A Government Hospital For Treatment.
બોટાદ29 મિનિટ પહેલા
- કૉપી લિંક

બોટાદ શહેરના જુના ડાળિયાના કારખાના પાસે રહેતા અને પાઉંભાજીનો વ્યવસાય કરતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી પોતાના ઘરે ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામ્યો હતો. યુવાનને સારવાર માટે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને માહિતી આપતા જણાવ્યું કે, 10 થી 12 લોકો પાસેથી 10 થી 15 ટકા લેખે વ્યાજે નાણાં લીધેલા હોય જેના કારણે તેને આ પગલું ભર્યું છે.

બોટાદ શહેરમાં વ્યાજખોરોનો સતત ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. એક બાજુ પોલીસ લોકદરબાર યોજી લોકોને આવા વ્યાજખોરો સામે ફરિયાદ કરવા જણાવી રહી છે. પરંતુ વ્યાજખોરોના ડરના કારણે લોકો ફરિયાદ કરતાં ડરી રહ્યા છે. બીજી બાજુ વ્યાજખોરો સતત જેને નાણાં આપ્યા હોઈ તેને ધાક ધમકી આપી દબાણ કરી રહી છે. ત્યારે બોટાદ શહેરના જુના ડાળીયાના કારખાના પાસે રહેતા કેવલ અતુલભાઈ જોષી નામનો યુવાન જે પાઉંભજીનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. યુવાને 10 થી 12 લોકો પાસેથી 10 થી 15 ટકા લેખે 12 લાખ રૂપિયા લીધેલા હોઈ અને હાલ યુવાન વ્યાજ ભરી શકે તેમ ન હોઈ છતાં વ્યાજખોરો સતત તેને દબાણ કરતા આખરે યુવાને ફીનાઇલ પિતા તેને સારવાર માટે બોટાદ સોનવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો છે.
