Tuesday, January 17, 2023

why Naliya temperature down in Gujarat winter

અમદાવાદ: રાજ્યમાં વારંવાર પવનની દિશા બદલાય રહી છે તેના કારણે તાપમાનમાં પણ વધઘટ થઈ રહ્યું છે. જોકે, જાન્યુઆરી મહિનામાંમાં કોલ્ડવેવની ફ્રિકવન્સી વધી રહી છે. પરંતુ ચાલુ વર્ષ નલિયાના તાપમાને રેકોર્ડ તોડી દીધો છે. કડકડતી ઠંડીનો અહેસાસ નલિયાના લોકો કરી રહ્યા છે. આગામી 48 કલાક નલિયામાં કોલ્ડવેવની આગાહી છે. ત્યારે શા માટે રાજ્યમાં નલિયાનું તાપમાન નીચું રહે છે.

કચ્છનો એક એવો વિસ્તાર કે જેના તાપમાનના કારણે પ્રખ્યાત બન્યો છે. શિયાળામાં નલિયાનુ નામ મોખરે હોય છે. કારણ કે, ગુજરાતના તમામ વિસ્તારો કરતા નલિયાનુ લઘુતમ તાપમાન નીચુ રહેશે. હિમાલયમાંથી આવતા ઠંડા પવન જ્યાં પણ સ્થિર થાય ત્યા ઠંડીનુ પ્રમાણ વધી જાય છે. પરંતુ ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહે છે. કારણ કે, નલિયા વિસ્તાર રણપ્રદેશ અને નીચાણવાળા વિસ્તારોને લીધે ઠંડીનુ પ્રમાણ વધારે છે તો ઠંડા પવનને રોકી શકે તેવુ કોઈ કુદરતી કવચ નલિયા પાસે નથી. તો રાત્રી દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી ઠંડી થય જાય છે.

આ પણ વાંચો: ગુજરાતનાં યુવાનની 59 વર્ષના આધેડ પાસે સજાતીય સેક્સ સંબંધોની માંગ

જેના કારણે લઘુતમ તાપમાન નીચુ નોંધાય છે. નલિયા સામાન્ય ભુ સપાટીથી નીચે છે. જેના કારણે પણ નલિયા બીજા શહેર કરતા ઠંડુ રહે છે. તો કચ્છનો આખો વિસ્તાર રણમાં છે તેમ છતાં પણ ભુજ અને નલિયાના તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો તફાવત હોય છે. નલિયાની બાજુમાંથી કર્કવૃત પસાર થાય છે. અનેક લોકો માની રહ્યા છે કે, કર્કવૃતને કારણે નલિયા સૌથી વધારે ઠંડુ સ્થળ રહે છે.

આ પણ વાંચો: માઉન્ટ આબુમાં જામી ગયું પાણી, હાડકાં થીજી જશે

રાજયમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી નલીયાનાં નામે જ નોંધાયેલ છે. નલિયાનુ લઘુતમ તાપમાન 1964માં તમામ રેકોર્ડ તોડી દીધા હતા. 1964માં 0.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. નલિયાવાસીઓએ કાતીલ ઠંડીનો અનુભવ કર્યો હતો. ત્યાર બાદ ક્યારે નલિયાનું લઘુતમ તાપમાન નીચું ગયુ નથી. પરંતુ દર વર્ષ ગુજરાતના અન્ય શહેરો કરતા ઠંડુ શહેર નલિયા રહે છે. ગુજરાતમાં કચ્છનો વિસ્તાર સૌથી મોટો છે. કચ્છનું 45,652 સ્કેવર કિલોમીટરમાં પથરાયેલો છે. કચ્છની વિશેષતા એ છે કે, ત્યાં નાનુ અને મોટું બે રણ આવેલુ છે. બનીનુ ધાસનુ મેદાન પણ આવેલુ છે. જોકે રણ વિસ્તાર અને ઉતર તરફથી આવતા ઠંડા પવનો સીધા કચ્છ સુધી પહોચી રહ્યા છે. કારણ કે, ઠંડા પવનોને રોકી શકે તેવી કોઈ પર્વમાળા નથી.

તમારા શહેરમાંથી (કચ્છ)

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, ગુજરાત, હવામાન

Related Posts: