Saturday, January 14, 2023

Woman Cricketer Death: Odisha Woman Cricketer Rajashree Swain Found Dead In Forest

Woman Cricketer Dead Body Found: ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે, આ વર્ષ ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વપૂર્ણ રહેવાનુ છે, ત્યારે એક ખરાબ સમાચાર સામેથી શરૂઆથ થઇ રહી છે, એક ભારતીય ક્રિકેટના મોતના સમચાર સામે આવ્યા છે, અંડર 19 મહિલા ક્રિકેટરનું મોત થઇ ગયુ છે અને તેનો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યો છે, આ મોત બાદ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આ હત્યા થઇ છે. 

આ વર્ષે પહેલીવાર અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપનુ આયોજન થવાનું છે, આ ટૂર્નામેન્ટની શરૂઆત શનિવારે (14 જાન્યુઆરી)થી થશે. જોકે, આ પહેલા સમાચાર છે કે, ઓડિશાની મહિલા ક્રિકેટર રાજશ્રી સ્વાંઇનો મૃતદેહ જંગલમાં એક ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યો છે.  

જાણકારી અનુસાર, મૃતક રાજશ્રી સ્વાંઇ 11 જાન્યુઆરીએ લાપતા થઇ હતી, તેનો મૃતદેહ શુક્રવારે (13 જાન્યુઆરી)એ કટકની નજીક ગાઢ જંગલોમાં એક ઝાડ પર લટકેલો મળ્યો હતો, પોલીસે આના જાણકારી આપી છે. કટકના ડીસીપી પિનાક મિશ્રાએ બતાવ્યુ કે, રાજશ્રી સ્વાંઇની લાશ અથાગઢ વિસ્તારમાં ગુરુડિઝાટિયા જંગલમાં એક ઝાડ પર લટકેલી મળી હતી. 

કૉચે નોંધાવી હતી લાપતા થવાની ફરિયાદ –
ડીસીપી પિનાક મિશ્રાએ બતાવ્યુ કે, ગુરુદિઝાટિયા પોલીસ સ્ટેશનમાં અપાકૃતિક મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમને બતાવ્યુ કે, રાજશ્રી સ્વાંઇના કૉચે ગુરુવારે (12 જાન્યુઆરી)એ કટકમાં મંગલાબાગ પોલીસ સ્ટેશનમાં તેના લાપતા થવાની ફરિયાદ નોંધાવી હતી, પોલીસને હજુસુધી તેના મોતનું કારણ નથી જાણવા મળ્યુ. વળી રાજશ્રી સ્વાંઇના પરિવારે તેની હત્યા થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. 

પરિવારએ આરોપ લગાવ્યો છે કે, રાજશ્રી સ્વાંઇની હત્યા થઇ ગઇ છે કેમ કે તેના શરીર પર ઇજાના નિશાન હતા, અે તેની આંખો ખરાબ થઇ ગઇ હતી, પરિવાર અનુસાર, તેનુ સ્કૂટર જંગલની પાસે લાવારિસ હાલતમાં પડ્યુ હતું અને તેનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ હતો, પરિવારના સભ્યોના હવાલાથી એનડીટીવીએ પોતાના રિપોર્ટમાં બતાવ્યુ કે, રાજશ્રી સ્વાંઇ, ઓડિશા ક્રિકેટ સંઘ (OCA) અંતર્ગત બાજરાકાબાટી વિસ્તારમાં આયોજિત ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લઇ રહી હતી.

 


Related Posts: