Thursday, January 5, 2023

પાટણની પરિણીતાએ પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલુ કર્યું | A woman from Patan, tired of being tortured by her husband and in-laws, committed suicide by swallowing poison.

પાટણ28 મિનિટ પહેલા

પાટણ શહેરના મોટીસરા પીપળાગેટ પાસે રહેતાં પરિવારની પરણીતાએ પોતાનાં વહેમીલા પતિ અને સાસરીયાઓ નાં ત્રાસ ને કારણે ઝેરી દવા ગટગટાવી પોતાની જીવનલીલા સંકેલી લેતાં મૃતક પરિણીતાની માતા દ્વારા પોતાના જમાઈ સહિત સાસરીયાઓ ને કડક સજા થાય તેવી માંગ સાથે પોલીસ માં ફરિયાદમા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેરના મોટીસરા, પીપળાગેટ નજીક રહેતા સંજયભાઇ સોલંકી સાથે ચાર વર્ષ પહેલા લગ્નગ્રંથીથી જોડાઈને ત્રણ વર્ષ નો પુત્ર ધરાવતી પરણીત મહિલા હિનાબેન કે જે શહેરની ખાનગી ગાયનેક હોસ્પિટલ માં ફરજ બજાવી પરિવારજનો ને મદદરૂપ બની રહી હતી પરંતુ વહેમીલા પતિ સહિત સાસરી પક્ષના અન્ય સભ્યો ના અવાર નવાર માનસિક અને શારીરિક ત્રાસ ને કારણે ગતરોજ બુધવારે રાત્રે ઝેરી દવા ગટગટાવી લેતાં અને આ બાબતે ની જાણ તેનાં પતિ સહિત પરિવારના સભ્યો ને થતા તેણીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની હાલત નાજુક જણાતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજતાં પરિવારજનો માં દુઃખની કાલીમા છવાઈ જવા પામી હતી. તો મૃતક મહિલા ની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ બનાવ ના પગલે મૃતક ની માતા દ્વારા પોતાની દિકરી ઉપર વ્હેમ રાખીને માનસિક ત્રાસ આપી મોત માટે મજબૂર કરનાર તેનાં પતિ સહિત સાસરી પક્ષના અન્ય સભ્યો ને કડકમાં કડક સજા થાય અને પોતાની દિકરીનાં આત્માને શાંતિ મળે તે માટે પોલીસ ફરીયાદ કરવામાં આવનાર હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.