Saturday, January 14, 2023

મોરવા હડફથી સંતરોડ તરફ જઈ રહેલો યુવક ચાઈનીઝ દોરીથી ઘવાયો; ગંભીર ઇજા થતા વડોદરા ખસેડાયો | A young man going from Morwa Hadaf to Santrod was wounded by a Chinese cord; Shifted to Vadodara due to serious injuries

https://images.bhaskarassets.com/web2images/960/2023/01/14/untitled-6-copy_1673694533.jpg

પંચમહાલ (ગોધરા)7 મિનિટ પહેલા

ઉત્તરાયણના તહેવાર દિવસે એક બાઈક ચાલકને ચાઈનીઝ દોરી ઘાતક સાબિત થઈ હોવાનું સામે આવ્યું છે. મોરવા હડફથી સંતરોડ તરફ જઈ રહેલા બાઈક ચાલકને ગળાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તાબડતોડ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવારની જરૂર પડતાં તાત્કાલિક વડોદરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર એક બાઈક ચાલક મોરવા હડફથી સંતરોડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં ચાઈનીઝ દોરી દ્વારા ગળાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. જેના લીધે તાબડતોબ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર બાદ વધુ સારવારની જરૂર પડતા તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…