ધંધા માટે આવ્યા હતા સુરત
આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનનાં ઉદેપુરમાં રહેતો 23 વર્ષનો કૈલાશ ગંગારામ વાગડીયા અને તેનો પરિવાર સિઝનલ ઘંઘો કરે છે. જેના કારણે ઉત્તરાયણનાં દિવસે તેઓ ફુગ્ગા અને તેની સાથે અન્ય વસ્તુઓનું વેચાણ કરી રહ્યા હતા. આ પરિવાર આ ધંધા માટે પાંચેક દિવસ પહેલા જ સુરત આવ્યા હતા. આ લોકો પુણા રોડ પર મહાવીર મોબાઇલ સર્કલ પાસે રહે છે.
ત્રણ લોકોને ઇજા પહોંચી હતી
શનિવારે વહેલી સવારે કૈલાશ અને તેનો પરિવાર સિલિન્ડરમાંથી ફુગ્ગામાં હવા ભરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક સિલિન્ડર ફાટતાં મોટો ધડાકો થયો હતો. જેના કારણે કૈલાશ, સાવંત વાગડિયા (35 વર્ષ) અને ભેરુ વાગડિયા (16 વર્ષ)ને ઇજા થઇ હતી. આ અચાનક થયેલા બ્લાસ્ટને કારણે ત્યાં નાસભાગ મચી ગઇ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું, નલિયા 3.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર
ટૂંકી સારવાર બાદ મોત
આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ તરત જ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવારમાં કૈલાશનું મોત નીપજ્યું હતુ. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, કૈલાશને એક ભાઇ એને એક બહેન છે. આ અંગે પુણા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરમાં ગેસના ફુગ્ગા ભરવા જોખમી બની શકે છે
સુરતમાં ફુગ્ગા ફુલાવતા ગેસની બોટલ ફાટી, એકનું મોત#NewsUpdate #Gujarat #crime #Surat pic.twitter.com/Z9zUuRTvzM— News18Gujarati (@News18Guj) January 16, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
0 comments:
Post a Comment