મોરારી બાપુની કથામાં રસોડાની જવાબદારી 1 હજાર મહિલાઓ સ્વીકારી, દરરોજ 15 હજારથી વધુ લોકો ભાવથી જમે છે | In the story of Morari Bapu, 1 thousand women take responsibility for the kitchen, more than 15 thousand people eat at a price every day. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In The Story Of Morari Bapu, 1 Thousand Women Take Responsibility For The Kitchen, More Than 15 Thousand People Eat At A Price Every Day.

નવસારી24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

હાલ ચૈત્ર નવરાત્રી દરમિયાન નવસારી શહેરમાં મોરારીબાપુના મુખેથી રામકથા યોજાય છે જેમાં કથા માનસ ગૌરી સ્તુતિ ના કેન્દ્રમાં રાખવામાં આવી છે ત્યારે શક્તિના ઉપાસના આ પર્વમાં મોરારીબાપુની રામકથા સોનામાં સુગંધ ભળે તેમ લોકોને રામ નામનું રસપાન કરાવી રહી છે, માં જગદંબાની આરાધના સાથે શરૂ થયેલી આ કથામાં રસોડાની જવાબદારી પણ મહિલાઓએ સ્વીકારી આશરે 900 થી વધુ મહિલાઓ 15,000 થી વધુ લોકોને દરરોજ ભાવથી ભોજન પીરસી રહી છે.

ગત 22મી માર્ચથી શરૂ થયેલી રામકથાના પ્રથમ દિવસે જ મોરારીબાપુએ નવરાત્રીના પાવન પ્રસંગે આ કથા માનસ ગૌરી સ્તુતિના કેન્દ્રમાં રહેશે તેવી જાહેરાત કરી હતી.આ કથામાં આવનાર તમામ શ્રોતાઓના ભોજન ની વ્યવસ્થા પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે. શહેરના રામજી મંદિરમાં દરરોજ 15 હજારથી વધુ લોકો માટે રસોઈ તૈયાર કરવાથી લઈને ભોજન પીરસવા સુધીની તમામ જવાબદારી 900 થી વધુ મહિલાઓએ પોતાના ખબે ઉપાડી છે અને આ જવાબદારી સુપેરે પાર પણ પાડ રહી છે.

નવરાત્રીમાં મા શક્તિની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે ત્યારે નવસારી શહેરમાં કાર્યરત રામકથામાં આવનાર તમામ શ્રોતાઓને સેવા કરીને મહિલાઓએ પોતાનામાં રહેલી શક્તિ નો પરિચય આપ્યો છે. નવસારી શહેરની ભજન મંડળી અને વિવિધ સેવાકીય મંડળ સાથે સંકળાયેલી મહિલાઓ ભાવથી સેવા યજ્ઞમાં જોડાય છે વહેલી સવારે છ વાગ્યાથી બપોર સુધી આ મહિલાઓ અવિરત પણે સેવા આપી રહી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم