Sunday, March 12, 2023

સુરતમાં ક્લાસ-1 અધિકારીની ગાડીમાંથી દારૂ ઝડપાયો, આઉટસોર્સના ડ્રાઈવરો અધિકારીઓને કાર રિપેરિંગનું બહાનું કહીં હેરાફેરી કરતા | Liquor seized from class-1 officer's car in Surat, outsourced drivers duping officers on the pretext of car repairs | Times Of Ahmedabad

સુરત30 મિનિટ પહેલા

સુરત શહેરમાં સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે. ક્લાસ વન અધિકારીની ગાડીમાં દારૂની હેરાફેરી કરવામાં આવી હતી. આ દારૂની હેરાફેરી આઉટ સોર્સના ડ્રાઈવરો કરી રહ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી એક બોલેરો અને એક સ્વિફ્ટ કારમાંથી 25 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. રાંદેર પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આઉટ સોર્ટના ત્રણ ડ્રાઈવર દારૂની હેરાફેરી કરતા હતા.

આઉટ સોર્ટના ત્રણ ડ્રાઈવર દારૂની હેરાફેરી કરતા હતા.

દારૂના વેચાણ માટે જ બંને કાર ઊભી હતી
રાંદેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દારૂના જથ્થા અંગે બાતમી મળી હતી. જેને લઈને પોલીસે રાંદરે મોરાભાગળ હનુમાન ટેકરી સામે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સાયરન લગાવેલી એક બોલેરો અને સ્વિફ્ટ કારને ઝડપી પાડી હતી. દારૂના વેચાણ માટે જ આ બંને કાર ઊભી હતી.

સરકારની બોલેરો કારમાં દારૂ સંતાડ્યો હતો.

સરકારની બોલેરો કારમાં દારૂ સંતાડ્યો હતો.

25 હજાર રૂપિયાનો દારૂ ઝડપાયો
પોલીસે કારને કોર્ડન કરી તપાસ હાથ ધરતા બોલેરો કારમાંથી સીટ નીટે ચાર બોક્સમાંથી દારૂની 24 બોટલ મળી આવી હતી. આ સાથે જ 24 બિયરની બોટલ મળી હતી. જ્યારે સ્વિફ્ટ કારમાંથી એક બોક્સમાંથી 12 બોટલ દારૂ મળી આવ્યો હતો. આમ પોલીસે કુલ 25 હજારથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. દારૂ અને કાર મળી પોલીસે કુલ 8.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સ્વિફ્ટ કારમાંથી 12 બોટલ દારૂ મળ્યો.

સ્વિફ્ટ કારમાંથી 12 બોટલ દારૂ મળ્યો.

અધિકારીઓને કાર રિપેરિંગનું બહાનું કહીં હેરાફેરી કરતા
પોલીસે રેનિશ નિજારભાઈ વટસરીયા, રાહુલ નિજારભાઈ વટસરીયા અને સાજીદ બદરૂદિન હાજીયાણીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ આપનાર ધનરાજ પ્રાણ પામેલાને વોન્ટેડ જાહેર કર્યો છે. આર.પી. ઝાલા (એસીપી)એ જણાવ્યું હતું કે, આ બંને ગાડીઓમાં આઉટસોર્ટમાં ડ્રાઈવરો ફરજ બજાવતા હોય છે. આ કારમાં દમણથી દારૂનો જથ્થો લાવતા હતા. દારૂ લાવવા માટે અધિકારીઓને કહેતા હતા કે, આ કારને રિપેરિંગ માટે ગેરેજમાં મૂકવાની છે. જેથી અમે લઈ જઈએ છીએ. ત્યારબાદ દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરતા હતા.

બોલેરો કારમાંથી ત્રણ બોક્સમાં દારૂની બોટલો મળી.

બોલેરો કારમાંથી ત્રણ બોક્સમાં દારૂની બોટલો મળી.

પહેલીવાર જ હેરાફેરી કરી ને ઝડપાઈ ગયા
વધુમાં જણાવ્યું હતું કે, બોલેરો કાર છે એ સરકારી ગાડી છે. જ્યારે સ્વિફ્ટ કારમાં આગળ અને પાછળ બંને તરફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું. દમણથી દારૂ લાવીને સુરતમાં કોને વેચતા હતા એ અંગે તપાસ ચાલી રહી છે. આ ગાડીઓ અંગે પ્રાથમિક જાણવા મળ્યું છે કે, જે એડિશનલ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસર આ ગાડીઓનો ઉપયોગ કરતા હતા. હાલ તો આ પહેલીવાર જ હેરાફેરી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ લોકોએ પોલીસથી બચવા માટે જ આ કિમિયો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…