સુરજબારીની અજંતા હોટેલ પાસે ટ્રક પલટી જતા 10 ઘેટાના મોત, ટ્રાફિકજામ સર્જાયો | 10 sheep died when a truck overturned near Ajanta Hotel in Surajbari, causing a traffic jam | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 8-એ પરના સુરજબારી નજીક આજે સાંજે માર્ગ અકસ્માતની ઘટના બનવા પામી છે. મોરબી તરફથી સામખીયાળી તરફ આવતી ટાઇલ્સ ભરેલી ટ્રક, ઘેટાં બકરાને બચાવવા જતા માર્ગ પર અકસ્માતગ્રસ્ત બની હતી. જેમાં ટ્રકની ટ્રોલી તળે અંદાજિત 10જેટલા ઘેટાં દબાઈને મૃત્યુ પામ્યા હતા. તો અકસ્માતના પગલે મોરબી માર્ગ પર ત્રણ કિલોમીટર જેવો ટ્રાફિકજામ પણ સર્જાઈ ગયો છે. જોકે સુરજબારી ટોલ પ્લાઝની ટીમ અને સામખીયાળી પોલીસ દ્વારા તુરંત ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિકને સામેના માર્ગે વાળી દેવામાં આવતા ધીમી ગતિ સાથે વાહનો કચ્છ બાજુ આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરજબારી આસપાસના ધોરીમાર્ગ પર અવારનવાર ટ્રાફિકજામની સમસ્યા ઉદભવતી હોય છે.

સામખીયાળી સુરજબારી વચ્ચેની અજંતા હોટેલ નજીક આજે સાંજે 5.30ની આસપાસ મોરબી બાજુથી પુરપાટ આવતી માલવાહક ટ્રક ઘેટાં બકરાંના ધણને બચાવવા બેકાબુ બની ગઈ હતી, જેના કારણે ટ્રકની મકાકાય ટ્રોલી માર્ગ પર તૂટી પડી હતી. આ અકસ્માતમાં કેટલાક ઘેટાં ટ્રોલી નીચે દબાઈ જતા મૃત્યુ પામ્યા છે. જોકે આ વિશેનો ચોક્કસ આંકડો હજુ સુધી સામે આવ્યો નથી. ટ્રકને માર્ગ પરથી દૂર કરવાની કામગીરી ચાલુમાં હોવાનું હાઇવે પેટ્રોલિંગ ટીમના મહેશ મકવાણાએ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…