- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- A Total Of 23,587 Students Will Appear In Class 10 And 12 In Morbi District, Education Department Completes Preparations
મોરબી19 મિનિટ પહેલા
સમગ્ર રાજ્યમાં આવતીકાલે તારીખ 14 માર્ચને મંગળવારથી ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. સમગ્ર આયોજન મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ વિગતે માહિતી આપી હતી.
મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી એન.વી.રાનીપાએ બોર્ડ પરીક્ષા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મંગળવારથી ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થશે. ત્યારે મોરબી જિલ્લામાં ધોરણ 10 ના 10 પરીક્ષા કેન્દ્રમાં કુલ 46 બિલ્ડીંગમાં પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પાંચ કેન્દ્રો અને 28 બિલ્ડીંગમાં પરીક્ષાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ પરીક્ષા કેન્દ્રો અને આઠ બિલ્ડિંગમાં બોર્ડની પરીક્ષા યોજાશે.
બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો ધોરણ 10 માં કુલ 13,947 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 7909 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1731 વિદ્યાર્થીઓ મળીને કુલ 23,587 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
પરીક્ષાના આયોજન અંગે વધુ માહિતી આપતા હતા તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે દરેક જિલ્લાના કલેક્ટર અને મેજિસ્ટ્રેટ પરીક્ષાના અધ્યક્ષ હોય છે અને તેમના માર્ગદર્શક આ સમગ્ર પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ માટે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાના સ્થળ સંચાલકો અને પેપર લઈને જનાર શિક્ષકો સહિતના સ્ટાફને નિમણૂક થઈ ગઈ છે. આ રીતે પરીક્ષાની તૈયારી ખૂબ જ સુંદર રીતે પૂર્ણતાને આરે પહોંચી ગઈ છે. મોરબી જિલ્લા એસપી દ્વારા દરેક પરીક્ષાના કેન્દ્ર પર પોલીસ બંદોબસ્તની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ગાઈડલાઈન અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી સીસીટીવી કેમેરાના માધ્યમથી જ પરીક્ષાનું મોનિટરિંગ કરવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લામાં કુલ 82 બિલ્ડિંગ પર પરીક્ષા યોજાનાર છે. જેમાં 825 બ્લોક સંપૂર્ણપણે સીસીટીવી થી સજ્જ છે.