- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- 10 Years Imprisonment For Abducting A Minor From Morbi And Committing The Crime; A 15 year old Girl Was Abducted When She Went To A Tuition Class
મોરબી2 મિનિટ પહેલા
- કૉપી લિંક
મોરબી શહેરની રહેવાસી સગીરાને અમદાવાદનો શખ્સ અપહરણ કરી લઈ ગયા બાદ સગીરાની મરજી વિરુદ્ધ અનેક વખત શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ અંગે કેસ મોરબીની કોર્ટમાં ચાલતા કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવીને 10 વર્ષની કેદની સજા ફટકારી છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં રહેતી 15 વર્ષની સગીરા ટ્યુશન ક્લાસમાં જવા નીકળી હતી. પરંતુ તે ટ્યુશનમાં પહોંચી નહોતી અને તપાસ કરતા મળી પણ નહોતી. અમદાવાદ મામાના ઘરે જતી ત્યારે ત્યાં રહેતો સચિન ચુનારા નામનો છોકરો તેની પાછળ આવતો હતો. તેની સાથે વાતચીત કરી મોરબીનું સરનામું અને મોબાઈલ નંબર માગતો હતો. આ વિશે સગીરાની માતાને જાણ થતા અમદાવાદ ખાતે ફોન કર્યો હતો. અમદાવાદ ખાતે અશોક ચુનારા સાથે તેના સાળાનો દીકરો સચિન ઘરે નહીં હોવાનું જાણવા મળ્યું હતું. સચિન અપહરણ કરી ભગાડી ગયાની શંકા જતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આરોપીએ સગીરાનું અપહરણ કરી અમદાવાદ ઝુંપડામાં લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી આરોપીને ઝડપી લઈને પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસ સ્પેશિયલ પોક્સો જજ ડી.પી.મહીડા સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી મદદનીશ વકીલ સંજય દવેએ 9 મૌખિક અને 25 દસ્તાવેજી પૂરાવા રજૂ કર્યા હતા. ધારદાર દલીલો રજૂ કરતાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવ્યો હતો. સચિન ચુનારા નામના ઈસમને આઈપીસી કલમ 363માં 3 વર્ષની સખ્ત કેદ અને રૂ. 3000 દંડ, આઈપીસી કલમ 366માં 5 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 5000નો દંડ અને જાતીય સતામણીથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2012ની કલમ 4 તથા 6માં 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 10000નો દંડ અને દંડ ના ભરે તો નવ માસની વધુ સખ્ત સજા ફટકારવામાં આવી છે. તેમજ ભોગ બનનારને વળતર સ્કીમ મુજબ રૂ. 4 લાખ અને આરોપીના દંડની રકમ મળીને કુલ રૂ. 4.18 લાખ વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.