Thursday, March 16, 2023

વડોદરામાં વ્યાજખોર પ્રણવ ત્રિવેદીએ લેબર કોન્ટ્રાક્ટર પાસેથી 10. 44 લાખની સામે 28. 42 લાખ વસૂલ્યા છતાં પેનલ્ટીના નામે વધુ 3. 60 લાખની માંગણી કરી | Pranav Trivedi, a usurer in Vadodara, collected Rs 28.42 lakh from the labor contractor against Rs 10.44 lakh, but demanded Rs 3.60 lakh more as penalty. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Pranav Trivedi, A Usurer In Vadodara, Collected Rs 28.42 Lakh From The Labor Contractor Against Rs 10.44 Lakh, But Demanded Rs 3.60 Lakh More As Penalty.

વડોદરા13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કરજણના લેબર કોન્ટ્રાક્ટરે 10.44 લાખની સામે 28.42 લાખ રૂપિયા ઉપરાંતની રકમ વ્યાજ સહિત ચૂકવી હોવા છતાં વધુ 3.60 લાખની માંગણી કરતાં વડોદરના વ્યાજખોર એવા ઓમ ફાયનાન્સના સંચાલક પિતા-પુત્ર સામે સહિત ત્રણ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

દોઢ ટકાને બદલે છ ટકા વ્યાજ લીધું
વડોદરા નજીક આવેલા કરજણમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર રવિન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, નાણાની જરૂરિયાત હોવાથી તેમણે રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે આવેલ ઓમ ફાયનાન્સના સંચાલક પ્રણવ રક્ષેશભાઇ ત્રિવેદી અને રક્ષેશ રજનીકાંત ત્રિવેદી (બંને રહે. એન્ટીકા ગ્રીનવુડ સોસાયટી, અંકોડિયા રોડ, સેવાસી)નો સંપર્ક કર્યો હતો. જ્યાં કોરો ચેક અને પ્રોમિસરી નોટ લખાવી દોઢ ટકા વ્યાજે 2.52 લાખની રકમ લીધી હતી. જેના પર છ ટકા લેખે વ્યાજખોર પ્રણવ ત્રિવેદીએ વ્યાજ વસૂલવાનું શરુ કર્યું હતું.

ધમકીઓ આપી
આ દરમિયાન વધુ રૂપિયાની જરૂર પડતા સમયાંતરે લેબર કોન્ટ્રાક્ટર રવિન્દ્રસિંહ રાજે વર્ષ 2017થી 2018ના સમયગાળામાં કુલ 10.44 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે ટુકડે ટુકડે 28 લાખ 42 હજાર 932 રૂપિયાની રકમ ચુકવી હતી. તેમ છતાં વ્યાજખોર પેનલ્ટીના નામે વધુ 3.60 લાખ રૂપિયાની માંગણી કરી ધમકી આપી હતી. તહેવારોની ઉજવણી દરમિયાન પણ વ્યાજખોરનો સાગરીત ગૌરાંગ મહેન્દ્ર મિસ્ત્રી (રહે. વસુધા એપાર્ટમેન્ટ, કાપડી પોળ, રાવપુરા) પણ ઉઘરાણી કરી ધમકીઓ આપતો હતો.

જેથી વ્યાજખોર પિતા-પુત્ર સહિત ત્રણ લોકો સામે લેબર કોન્ટ્રક્ટરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વ્યાજખોર પિતા-પુત્ર સામે ઉંચું વ્યાજ વસૂલતા હોવાથી પોલીસ ફરિયાદો નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: