અમદાવાદ21 મિનિટ પહેલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે થઈ અને મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ મોટા બાંધકામો તોડવાની કામગીરી ચાલી રહી છે. આજે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પીરાણા ડમ્પીંગ સાઇટની સામે અજમેરી ફાર્મ તરીકે અને સુએજ ફાર્મની જગ્યામાં બનેલા કુલ 10 જેટલા ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના બાંધકામોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મોટા ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવ્યા હતા જેને આજે તોડવામાં આવ્યા હતા.
ઇમપેકટ ફીના કાયદા બાદ પણ જે ગેરકાયદેસર બાંધકામો બની ગયા છે તેને તોડવા માટે થઈ અને કામગીરી શરૂ કરવામાં આવી છે જેના માટે આજે દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં પીરાણા ડમ્પ સાઈટની સામે આવેલા અજમેરી ફાર્મ તરીકે ઓળખાતી જગ્યામાં તથા સુએઝ ફાર્મની જગ્યામાં બની રહેલાં ગેરકાયદેસર 10 ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના બાંધકામો દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત સાથે તોડવામાં આવ્યા છે.