Sunday, March 5, 2023

શાહપુરમાં ચાલુ એક્ટિવાએ સોના-ચાંદીના દાગીના ભરેલા થેલાની લૂંટ, લાંભામાં બાઈકની અડફેટે 10 વર્ષની બાળકીનું મોત | Bag full of gold and silver jewelery looted by Chalu Activa in Shahpur, 10-year-old girl dies after being hit by a bike in Lambha | Times Of Ahmedabad

અમદાવાદ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 3 પાસે તીર્થ જ્વેલર્સના પરાગ શાહ અને ધર્મેશ નામના કર્મીઓને સ્પોટ્સ બાઇક પર આવેલ બે શખ્સોએ ચાલુ એક્ટિવાએ સોના-ચાંદીના દાગીના ભરેલ થેલો લૂંટી લીધો હતો. આ ઘટનામાં અગાઉ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે મુખ્ય આરોપી ફરાર થઇ ગયો હતો. ત્યારે સરદારનગરમાંથી મનિષ ઉર્ફે મનોજ સેવાણીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ત્યારે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યુ કે આરોપી પહેલા ટુકડી બનાવતો હતો. ત્યારબાદ લૂંટની જગ્યાની રેકી કરતો હતો. ત્યારબાદ લૂંટને અંજામ આપતો હતો. ત્યારે આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો આરોપી સામે અગાઉ 21થી વધુ ગુનાઓ નોધાયેલા છે.

લાંભામાં બાઈકની અડફેટે 10 વર્ષની બાળકીનું મોત
લાંભામાં રહેતા નિશા ભદોરીયા સિલાઈકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. શનિવારે રાત્રીના સમયે નિશા તેના જુડવા બાળકો લવ્ય અને લહેર તથા બહેનપણી અનિતાની દીકરી સાથે ચાલતા ડાકોર જવા માટે નિકળ્યા હતા. અસલાલી સર્કલ સર્વિસ રોડથી હાથીજણ સર્કલ તરફ જઈ રહ્યા હતા તે સમયે એક બાઈક ચાલક પૂરપાટ ઝડપે બાઈક હંકારીને 10 વર્ષીય દીકરી લહેર અને દીકરા લવ્યને ટક્કર મારી હતી. જેથી બન્નેને માથા તથા પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બીજી બાજુ અકસ્માત બાદ બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. આસપાસનો લોકોએ ભેગા થઈને દીકરી લહેર અને દીકરા લવ્યને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જો કે, સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે લહેરને મૃત જાહેર કરી હતી. આ મામલે નિશાબહેને જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરાર બાઈક ચાલકના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે…