પરીક્ષા આપતી વખતે ધોરણ 10ની વિદ્યાર્થીનીની તબિયત લથડી; પરંતુ ગ્લુકોઝનો બાટલો ચઢતો રહ્યોને વિદ્યાર્થીની પરીક્ષા આપતી રહી | A class 10 student's health deteriorated while giving the exam; But the glucose bottle kept rising and the student continued to give the exam | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • A Class 10 Student’s Health Deteriorated While Giving The Exam; But The Glucose Bottle Kept Rising And The Student Continued To Give The Exam

નર્મદા (રાજપીપળા)14 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ વર્ષે ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે નર્મદા જિલ્લાના સગબાર તાલુકાના સેલંબા ખાતે શિક્ષણાધિકારી એમ.સી. ભૂસારા તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, આજે પરીક્ષા દરમિયાન સેલંબા હાઈસ્કુલના કેન્દ્ર ખાતે ધોરણ-10ના અંગ્રેજી વિષયની પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થીની સ્વાતિ ખેરનારની અચાનક તબિયત બગડી હતી અને તેને ચક્કર આવાતા અચાનક બેહોશ થઈ ગઈ હતી.

સ્થળ સંચાલક દ્વારા મેડિકલની ટીમ બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીને ગ્લુકોઝનો બોટલ ચડાવવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીનીએ આ સમય દરમિયાન પણ ચાલુ બોટલે અંગ્રેજી વિષયની પરીક્ષા આપી હતી. પાસ થવાનો દૃઢ વિશ્વાસ વ્યક્ત કરી તમામ અધિકારીઓનો વિદ્યાર્થીનીએ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…