અમદાવાદ35 મિનિટ પહેલા
- કૉપી લિંક
અત્યારે ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 ની વિદ્યાર્થીની સંસ્કૃત વિષયની જગ્યાએ પર્શિયન વિષય પસંદ કર્યો હતો.આજે સંસ્કૃતના પેપરની જગ્યાએ વિદ્યાર્થીનીએ પર્શિયનનું પેપર લખવા માટે આપ્યું હતું પરંતુ વિદ્યાર્થીની હાથમાં પેપર આવતા રજૂઆત કરતા કેન્દ્ર સંચાલક દ્વારા તાત્કાલિક બોર્ડના અધિકારીઓ સાથે વાતચીત કરીને પેપર બદલી આપવામાં આવ્યું.
નેક્સ્ટ પબ્લિક સ્કૂલની મીણા નેહા નામની વિદ્યાર્થીનીનો ધોરણ બોર્ડ 10 ની બોર્ડની પરીક્ષા માટે નિર્ણયનગર ની મંગલદીપ વિદ્યાલયમાં નંબર આવ્યો છે.સ્કૂલમાં જ્યારે વિષય પસંદ કરવાનો હતો ત્યારે સ્કૂલની ભૂલથી સંસ્કૃતની જગ્યાએ પર્શિયન વિષય પસંદ થઈ ગયો હતો. આજે જ્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન સંસ્કૃત ના પેપરની જગ્યાએ પર્શિયનનું પેપર આવ્યું ત્યારે નેહાએ ખંડ નિરીક્ષકને જાણ કરી ખંડની નિરીક્ષકે કેન્દ્ર સંચાલક ગોવાભાઇ ચૌધરીને જાણ કરી હતી ગોવાભાઇએ તાત્કાલિક બોર્ડના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી પાંચથી સાત મિનિટમાં નેહાને સંસ્કૃતનું પેપર લખવા દીધું હતું જેના કારણે નેહાનું એક વર્ષ બગડતા અટક્યું હતું.
ગોવાભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે મને જાણ થતા મેં તાત્કાલિક બોર્ડના અધિકારીઓને રજૂઆત કરી હતી બોર્ડના અધિકારીઓ દ્વારા પરવાનગી આપતા પેપર શરૂ થયાના 7 મિનિટમાં જ નેહાને સંસ્કૃતનું પેપર લખવા માટે આપી દીધું હતું.નેહાએ જણાવ્યું હતું કે વિષય પસંદ કરવામાં સ્કૂલની ભૂલના કારણે બીજો વિષય પસંદ થઈ ગયો હતો જેની મેં તૈયારી પણ કરી ન હતી પરંતુ સંચાલકને રજૂઆત કરતા તેમણે મદદ કરી હતી.