સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી 104 કિલો પાન-મસાલા-ગુટખાનો જથ્થો ઝડપાયો | A quantity of 104 kg pan-masala-gutkha was seized from Smeemer Hospital in Surat | Times Of Ahmedabad

સુરત23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિલમાં આવતા દર્દીના સ્વજનો પાસેથી પાન-મસાલા, ગુટકાનો જથ્થો જપ્ત કરાયો હતો. - Divya Bhaskar

મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિલમાં આવતા દર્દીના સ્વજનો પાસેથી પાન-મસાલા, ગુટકાનો જથ્થો જપ્ત કરાયો હતો.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં અંદાજીત દરરોજ 10 હજાર જેટલા લોકોની અવર જવર રહેતી હોય છે. ત્યારે હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓના સગાવહાલા કે જેઓ પાન–મસાલા, ગુટકાનુ સેવન કરતા હોય તેવા લોકોને પકડીને ફ્રેબુઆરી મહિનાથી 20 માર્ચ સુધીમાં રૂ. 30 હજાર જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. અંદાજે 104 કિલો જેટલો પાન–મસાલા, ગુટકાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે.

સ્મીમેરમાં સ્વચ્છતા જળવાઈ રહે માટે તંત્રની કાર્યવાહી
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ 1100થી વધારે બેડ સાથે કાર્યરત છે. જેમાં દ૨૨ોજ આશરે 2500થી વધુ દર્દીઓ ઓ.પી.ડી. સારવાર તથા 900થી વધારે દર્દીઓ ઈન્ડોર સારવાર લે છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે દરરોજ 10,000 જેટલા લોકોની અવર જવર રહેતી હોય છે. ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં સ્વચ્છતાનું સ્તર જળવાઈ રહે તેમજ દર્દીઓને સારવાર સારી રીતે પુરી પાડી શકાય તે માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મનપા તંત્ર દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હોસ્પિટમાં આવતા દર્દીઓના સ્નેહી જનો જેઓ પાન–મસાલા, ગુટકાનુ સેવન કરતા હોય તેવા લોકોને પકડીને આવી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા પાન-મસાલા ગુટખાનો જથ્થો જપ્ત કરાયો
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં તંત્ર દ્વારા ફેબ્રુઆરી મહિનાથી 20 માર્ચ સુધીમાં દર્દીઓના સ્નેહીજનો પાસેથી રૂ 30 હજાર જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. અંદાજે 104 કિલો જેટલો પાન–મસાલા, ગુટકાનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે.

પાર્કિંગ બાબતે સ્પેશ્યલ ચેકિંગ કરી દંડ વસુલયો
આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં નિર્ધારીત કરવામાં આવેલ પાર્કિંગ લોકેશન પર ગાડી પાર્ક ન કરવાને કારણે સારવાર લેવા આવતા દર્દીઓ, કર્મચારીઓ તેમજ શબવાહિની અને એમ્બ્યુલન્સની અવર જવરમાં મુશ્કેલીઓ ઉપસ્થિત થતી હોય છે. તે સંદર્ભે પાર્કિંગ બાબતે સ્પેશ્યલ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને નિર્ધારીત જગ્યા ઉપર પાર્કિંગ ન કરવા બદલ ફેબ્રુઆરી – 2023 થી આજદિન સુધી કુલ રૂા.46,600 નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…