અમરેલીના દરિયા કાંઠાના વિસ્તારમાં છકડોમાં ડિલિવરી કરાવી સગર્ભા મહિલા માટે 108 ટીમ બની જીવાદોરી | A team of 108 became a lifeline for pregnant women by delivering in chhakado in the coastal area of Amreli. | Times Of Ahmedabad

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલીત 108 એમ્બ્યુલન્સ સેવા કેટલીક વખત દેવદૂત સમાન બની જાય છે. અમરેલી જિલ્લામા આવેલ રાજુલા તાલુકાના વિક્ટર ચોકડી 108 ની ટીમને વહેલી સવારે 08:01 કલાકે એક રાજુલા તાલુકાના ખેરા ગામનો કેસ મળ્યો હતો. કેસ મળતાની સાથેજ વિક્ટર ચોકડીની 108ની ટીમ તુરંત સ્થળ પર પોહોચી અને તપાસ કરતા જાણવા મળ્યું કે એક સગર્ભા મહિલા છે, જેને છકડો રિક્ષા દ્વારા દવાખાને લઈ જવામાં આવી રહી છે. ત્યારે 108 ની ટીમ સ્થળ પર પહોંચે છે અને અને જોવે છે કે એક સગર્ભા મહિલાને છકડો રિક્ષામા લઈને આવી રહ્યા છે જેથી તે સગર્ભાને 108 એમ્બ્યુલન્સ મારફતે દવાખાને ખસેડવામા આવે પરંતુ તે સગર્ભા મહિલાને છકડો રિક્ષામાં જ પ્રસુતિની પ્રસવ પીડા ઉપડતા જાણવા મળ્યું કે તે સગર્ભા ને તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે એમ છે જેથી છકડો રીક્ષા માંજ પ્રસુતિ કરવાની ફરજ પડી અને વિક્ટર 108ની ટીમ દ્વારા છકડો રિક્ષામા પ્રસૂતિ કરાવવાની ફરજ પડી ગઈ હતી.

જેથી 108 ના ઇ.એમ.ટી. શાફિમહમદ ગાહા અને પાયલોટ ચિંતન દવે દ્વારા 108ની ટીમની સૂજબુજ અને સમયસૂચતાથી મહિલાની સામાન્ય તપાસ કરી તેના વાઇટલ અને ઑક્સિજન ચેક કરી છકડો રીક્ષા માંજ સફળતા પૂર્વક સવારે 08:30 કલાકે ડિલિવરી કરાવવામાં આવી છે તેમજ ઉપરી ફીઝિશિયન ડોક્ટર કૃષ્ણા સાથે વાતચીત કરી તેમની સલાહ સૂચના મુજબ જરૂરી દવાઓ અને જરૂરી સારવાર આપી પ્રસૂતિ કરાવવામાં સફળતા મળી હતી. ડિલિવરી બાદ તપાસ કરતા માતા અને બાળકના દરેક વાઇટલ પેરામીટર, ઓક્સિજન તેમજ અપગર જેવી દરેક તપાસ કરી અને બાળક સારી રીતે રડતું હતુ પરંતુ માતા ને ચક્કર આવતા હતા અને પેટમાં દુઃખાવો જેવી તકલીફ જણાય રહી હતી જેથી ઉપરી ડોક્ટરની સલાહ મુજબ જરૂરી ઈન્જેકશન અને સારવાર ચાલુ કરવામાં આવી જેથી માતા અને બાળક બંને સ્વસ્થ હતા પરંતુ ડિલિવરી બાદ તેમને હોસ્પિટલ માં દાખલ થવું જરૂરી પડતા જેથી ઇ.એમ.ટી. શફિમહમદ અને પાયલોટ ચિંતન દવે દ્વારા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે મહુવા સરકારી હોસ્પિટલ ખાતે સલામતી પૂર્વક દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે સરાહનીય કામગિરી કરવા બદલ 108 પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને 108 ના અમરેલી જિલ્લા અધિકારી દ્વારા આવી ઉત્ક્રુષ્ટ કામગિરી બદલ બિરદાવી પ્રશંશા કરાય હતી.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم