- Gujarati News
- Local
- Gujarat
- Morbi
- 11 Ismo Attacked The Family In Visipara Of Morbi, Rekindling An Old Enmity; A Case Was Registered Against The Accused In The Police And Investigation Was Carried Out
મોરબી10 મિનિટ પહેલા
- કૉપી લિંક

મોરબીના વિસીપરામાં રહેતા તાજમહમદ કરીમ ભટ્ટીએ આરોપીઓ જુમા કરીમ સેડાત, હાસમ મોવર, આદીલ સેડાત, સિકંદર સેડાત, સલીમ કટીયા, નિજામ કટીયા, ઇકબાલ કટીયા, મુસા કટીયા, મુસ્તાક કટીયા, ઇરાન મોવર અને મંજુર ખોડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જણાવ્યું છે કે, બપોરના સુમારે ફરિયાદી તાજમહમદ અને તેની પત્ની રઝીયા તથા દીકરો રીયાઝ (ઉ.વ.19), દીકરો મોસીન (ઉ.વ.18) અને સાળી રોશનબેન ભટ્ટી અને દીકરો સાહિલ (ઉ.વ.૧૩) તથા સાળીનો દીકરો નાસીરહુશેન ઈબ્રાહીમ, વેવાઈ ઓસમાણ કાટિયા બધા ઘરે હાજર હતા. ત્યારે અને ઘરની સામે ચોકમાં સ્વીફ્ટ કાર અને સ્કોર્પીઓ, એસ્ટીમ કાર, હોન્ડા બાઈક હતી. જ્યાં દેકારો થતા દરવાજો ખોલીને બહાર જોયું ત્યારે સ્કોર્પીઓ કાર અને બ્રેઝા કાર તેમજ ઇકો કાર રસ્તામાં ઉભી હતી. જેમાંથી ફરિયાદીના સાળા જુમા કરીમ સેડાત, આદીલ સેડાત, સિકંદર સેડાત, મામાજી સસરા હાસમ મોવર તેમજ અન્ય આરોપીઓ વાહનોમાંથી ઉતરી પોતાના હાથમાં લાકડી, ધોકા , ધારિયા, છુટા પથ્થર અને કાચની બોટલો વાહનો પર ઘા કરી નુકશાન કરી તોડફોડ કરતા હતા. જેથી ફરિયાદી તાજમહમદ તેના પત્ની રઝીયા સહિતના બહાર ગયા હતા.
જ્યાં સાળા જુમાભાઈ અને તેની સાથેના ઈસમો વાહનોમાં નુકશાન નહીં કરવાનું કહેતા ગાળો આપીને મારવા દોડ્યો હતો અને મકાનમાં ઘુસી તોડફોડ કરવા લાગ્યા હતા. તેમજ સલીમે પોતાના હાથમાં ધારિયું લઈને ફરિયાદીને મારવા જતા આડો હાથ નાખતા હાથમાં ઈજા પહોંચી હતી અને પત્ની છોડાવવા વચ્ચે પડતા તેને પણ હાથમાં ઈજા થઇ હતી. બાદમાં ઝઘડો કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા.
જે બનાવનું કારણ એ છે કે, ફરિયાદીના પત્ની રઝીયાની સાથે સાળાઓને સામાન્ય બોલાચાલીમાં ઘણા સમયથી વહેવાર કાપી નાખ્યો છે અને થોડા સમય પૂર્વે જુમાભાઈના દીકરાના લગ્ન છે. જેમાં અમોને આમંત્રણ ના આપ્યું હતું, પરંતુ સાળી રોશનબેન ઈબ્રાહીમ ને આમંત્રણ આપતા તે તથા ફરિયાદી પક્ષના કોઈ પ્રસંગમાં ગયા ના હતા જેનો ખાર રાખી આરોપીઓએ હુમલો કરી ફરિયાદી, તેના પત્ની અને પુત્ર સાહિલને ઈજા કરી ધમકી આપી વાહનમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે 11 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.