Wednesday, March 15, 2023

વાંકાનેરના વસુંધરા ગામેથી 11 લાખથી વધુની ખનીજ ચોરી ઝડપાઈ; 2017ના નિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી | Over 11 lakh mineral theft caught from Vankaner's Vasundhara village; A case was registered as per the 2017 rule and further investigation was conducted | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Over 11 Lakh Mineral Theft Caught From Vankaner’s Vasundhara Village; A Case Was Registered As Per The 2017 Rule And Further Investigation Was Conducted

મોરબી30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વાંકાનેરમાં ખનીજ ચોરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ બેફામ ખનીજ ચોરીને અંજામ આપી રહ્યા છે. જેમાં વસુંધરા ગામે રૂપિયા 11 લાખથી વધુની ખનીજ ચોરીની ઘટના સામે આવી છે. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જેમાં મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપર વાઇઝર મિતેશ રામભાઈ ગોજીયાએ જણાવ્યું હતું કે, વાંકાનેર મામલતદારની સૂચનાથી તેમણે તારીખ 03/02/2023ના રોજ મોજે વસુંધરા ગામે ગૌચરના સર્વે નં.89 પૈકી 2માં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બિન અધિકૃત બિલ્ડિંગ લાઇમ સ્ટોન ખનીજની ખનન અન્વયે 3 ખાડાઓની તપાસ કરવામાં આવતા દરેક ખાડાઓમાં 2-2 બિ.લાઇમ સ્ટોન ખનીજ ખનન કરવાની ચકરડી જોવા મળી હતી.

જે મુજબ કુલ-6 ચકરડીઓ અને 5 ઇલેક્ટ્રીક મોટર ઝડપાઇ હતી. જેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવી હતી. બિન અધિકૃત થયેલી બિ.લાઇમ સ્ટોન ખનીજના ખોદકામની ત્રણેય ખાડાઓની માપણી અમારી સાથેના સર્વેયર એ જી.પી.એસ. મશીનથી માપણી કરતા આ વિસ્તારમાં કુલ 2188.02 મેટ્રિક ટન બિલ્ડિંગ લાઇમ સ્ટોન ખનીજનું ખોદકામ થયાનું સામે આવ્યું હતું. જેની કિંમત આશરે રૂપિયા 11 લાખ 2 હજાર 763 થતી હતી. જેને પગલે વસુંધરા ગામે રૂપિયા 11 લાખથી વધુની ખનીજ ચોરી થયાનું ખુલ્યું હતું.

જેથી વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 379 તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017ના નિયમ 3, 10, 12 (2) તથા એમ.એમ.આર.ડી. એક્ટ 1957ની કલમ 4 (1) અને 4 (1-એ) તથા 21ની પેટા કલમ 1થી 6 મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: