નાયરા એનર્જી ટોટલ 1100 હેકટરની અંદર આવેલી કંપની, લગભગ 35% જેટલી વિસ્તારની અંદર બાગાયતી ગ્રીન બેલ્ટ એરિયા આવેલો છે | Naira Energy is a company located within a total of 1100 hectares, approximately 35% of which lies within the horticultural green belt area. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Naira Energy Is A Company Located Within A Total Of 1100 Hectares, Approximately 35% Of Which Lies Within The Horticultural Green Belt Area.

જામનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

જામનગર-ખંભાળિયા હાઇવે ઉપર આવેલી રિફાઇનરી નાયરા એનર્જીનો વિસ્તાર ગ્રીન બેલ્ટ તેમજ મરીનેશનલ પાર્ક ઉપરાંત ખીજડીયા પક્ષી અભયારણ્ય અંગે મંત્રી મુળુભાઈ બેરા પાસે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા એ પ્રશ્ન પુછી માહિતી માંગી હતી તેમજ આ તકે જામનગરના વતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અંગે ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૌરવ વ્યકત કરાયું હતું.

78 ઉતર જામનગર વિધાસનભા બેઠકના ધારાસભ્ય રીવાબા આર. જાડેજાએ નાયરા એનર્જીનો કુલ કેટલો વિસ્તાર છે. કેટલા વિસ્તારમાં એ એનર્જી પ્લાન્ટ આવેલો છે અને સાથે સાથે આ કંપની દ્વારા બાગાયતી ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ કરવામાં આવે છે કે કેમ? અને તે કરવામાં આવે છે તો કેટલાક વિસ્તારની અંદર વાવેતર કરવામાં આવેલ છે. વગેરે માહિતી પુછી હતી જેના પ્રત્યુતરમા વન પર્યાવરણના રાજયકક્ષાના મંત્રી મકેશ પટેલે જણાવ્યું હતું કે, નાયરા એનર્જી એ ટોટલ 1100 હેકટરની અંદર કંપની આવેલી છે. એમાંથી લગભગ 35% જેટલી વિસ્તાર એટલે લગભગ 410 હેકટર જેટલા વિસ્તારની અંદર બાગાયતી ગ્રીન બેલ્ટ એરિયા આવેલો છે. નાયરા દ્વારા જે ખેતી કરવામાં આવે છે તેમાં કેરી, શરૂ, દાડમ, ચીકુ, કેસર, ઓસ્ટ્રેલીયન બાબુલ, કણજ, લીમડો, સોનમહોર, ગુલમહોર, સીટીસ, આછો ગુલાબી સસર્સી, દેવ કંચન, આમલી, ગદરસ આમલી બદામ, સરગવો, ગામલો, વગેરેનું વાવેતર કર્યું છે જે મળીને 450 હેકટર એરીયા થાય ખાસ કરીને આસ પ્રકારની કેરી પણ થાય છે એની કેરી એકસ્પોર્ટ પણ કંપની દ્વારા કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલ ચાલી રહ્યું છે ત્યારે આંતરરાષ્ટ્રીય કિકેટર રવિન્દ્રસિંહનો ઉલ્લેખ જીતુભાઇ વાધાણી દ્વારા કરવામાં આવતા રિવાબા જાડેજાએ અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીના માઘ્યમથી સભ્ય જીતુભાઇ વાધાણીનો ખૂબ ખૂબ આભાર માની જણાવ્યું હતુ કે આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ અધ્યક્ષ અને સમસ્ત સભાગૃહનો હુ આભાર માનું છું કે જામનગર ગુજરાત અને ભારત જ નહી પણ ઇન્ટરનેશનલ ક્ષેત્રે મારા પતિ રવિન્દ્રસિંહ જાડેજાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ અને પ્રાઉડ થાય અને આ સભાગૃહને પણ પ્રઉડ થાય એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું.

આ સેશનમાં જ વધુ બે અગત્યના પ્રશ્નો મંત્રી મુળુભાઇ બેરાને ધારાસભ્ય રીવાબાએ પૂછયા હતા. કેમ કે મંત્રી મુળુભાઇ હાલારમાંથી રીપ્રેઝન્ટ કરે છે તેથી એમને સવિશેષ ખ્યાલ હોય કે પિરોટનટાપુ જે મરીન નેશનલ પાર્ક તરીકે ગુજરાતમાં અન્ડર ડેવલપ મરીન પાર્ક છે. એટલે તેના ડેવલોપમેન્ટ માટે રીસ્ટ્રકચરની સાથે સાથે વન ઓફ ધ બેસ્ટ મરીન પાર્ક ગુજરાતને આપી શકાય તેમ આયોજન કરવા અંગે વિચારણા કરવી જોઇએ. અને તેની સાથે સાથે જામનગર જિલ્લાનું બીજું એક એવું ગૌરવ છે ખીજડીયા બર્ડ સેન્કચ્યુરી, તેના માટે ગાર્ડનની વ્યવસ્થા અને સાથે સાથે જેમ અહીં આપણે વિધાનસભા ગૃહમાં જેમ આયોજન કર્યું કે એક વ્હીકલ બેટરી ઓપરેટેડ વૃદ્ધો, વડિલો અને બૂઝર્ગો માટે મળે, એવી જ રીતે આ ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી માટે પણ એક બેટરી ઓપરેટેડ વ્હીકલની ખાસ્સી જરૂર છે. તો આ બે બાબત પર વિચાર કરવો જોઈએ તેમ પણ રીવાબાએ મહત્વનું સુચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post