રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
રાજકોટના વોર્ડ નં.1 માં આવેલ સંતોષ પાર્કમાં નિર્માણ પામનાર કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત આજે સવારે 10.30 વાગ્યે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. 12.08 કરોડના ખર્ચે આ કોમ્યુનિટી હોલનું નિર્માણ થશે.
5.99 કરોડના ખર્ચે 50 મિનિ ટીપરવાન ખરીદાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.12.08 કરોડના ખર્ચે વોર્ડ નં.1માં આવેલ સંતોષ પાર્ક ખાતે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. જેનું આજે સવારે 10.30 વાગ્યે ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે રૂ.5.99 કરોડના ખર્ચે ખરીદ કરવામાં આવેલ નવી 50 મિનિ ટીપરવાનને પણ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
4655 ચો.મી.માં કોમ્યુનિટી હોલ બનશે
સંતોષ પાર્કમાં 3000 ચોરસ મીટર જગ્યા પર 4655 ચોરસ મીટર પર કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બે માળ બનાવવામાં આવશે. આ કોમ્યુનિટી હોલમાં 700 લોકોની કેપેસિટી વાળો નોન એસી, ફંક્શન અને ડાઈનિંગ હોલ અને બીજા માળે એસી હોલ બનાવવામાં આવશે. આ ઉપરાંત આનુસાંગિક અન્ય સુવિધાઓ આપવામાં આવશે.
50 ટીપરવાનનું ફ્લેગ ઓફ કરાયું
સ્વચ્છ ભારત મિશન હેઠળ ટીપરવાનથી ડોર ટુ ડોર કામગીરીથી આગળ વધારવા માટે રૂ.5.99 કરોડના ખર્ચે 50 મિનિ ટીપરવાન ખરીદ કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારના 35%, રાજ્ય સરકારના 25% અને મહાનગરપાલિકાના 40%નો ફાળો રહેશે. આજે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.