ઉનાના ચિખલી ગામે 12 ગામોના સરપંચો, ખેડુતો, મહીલાઓનો ઉગ્ર વિરોધ; જમીન ફાળવાશે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા ચીમકી | Fierce protest of Sarpanchs, farmers, women of 12 villages in Chikhli village of Una; If the land is allocated, Gandhi threatened to launch a violent agitation through the Chindhya route | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • Una
  • Fierce Protest Of Sarpanchs, Farmers, Women Of 12 Villages In Chikhli Village Of Una; If The Land Is Allocated, Gandhi Threatened To Launch A Violent Agitation Through The Chindhya Route

ઉનાએક કલાક પહેલા

  • કૉપી લિંક

ઉનાના ચિખલી દરિયાકાંઠા વિસ્તારમાં એક કંપની દ્વારા મીઠા ઉત્પાદન માટે ભાડા પટ્ટે જમીન ફાળવવામાં ન આવે તેવી માગ સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. મીઠા ઉત્પાદન માટે જમીન ફાળવવામાં આવશે તો આજૂબાજૂના 12 જેટલાં ગામોની ખેતી જમીનના તળ ખારાસા થશે જેથી લોકોનાં સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડશે. અને પાકનું ઉત્પાદન બળી જશે જેથી ભારે નુકસાન થશે. આથી સરકાર દ્વારા મીઠાના ઉત્પાદન માટે જમીન ફાળવવામાં ન આવે તેવી માગ સાથે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સામત ચારણીયા, રજીબેન કામળીયા, જયેશ સોલંકી, ભીખા ચંડેરા, ધીરુભાઈ છગ સહીતના સરપંચો, ખેડૂતો, મહીલાઓએ રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી ઉના ડે.કલેક્ટરને લેખીત રજૂઆત કરી હતી. કંપનીને મીઠા ઉત્પાદન માટે જમીન ફાળવવામાં આવશે તો દરિયાકાંઠાના ગ્રામજનો, સરપંચો, ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ઉના તાલુકાના ચીખલી, કોબ, ભીંગરણ, તડ, માઢગામ,રાણવંશી,લેરકા, સહિતના ગામોના સરપંચો દ્વારા ઉના તાલુકાના ચીખલી ગામે જી.એચ.સી.એલ કંપનીને અગાઉ મીઠા ઉત્પાદન માટે ભાડાપટ્ટે જમીન ફાળવવામાં આવેલી હતી. આ કંપનીને આ જમીન ભાડાપટ્ટે મીઠા ઉત્પાદન માટે ફાળવવા સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. કેમ કે આ વિસ્તારની જમીનમાં ક્ષારનું પ્રમાણ ખુબજ વધવા પામશે. જેના કારણે આ વિસ્તારના ગામોની હજારો એકર ફળદ્રુપ જમીનને ક્ષારના કારણે ભારે નુકશાની થશે અને નાના મોટા ખેડૂત ભાઈઓને આર્થીક નુકસાની વેઠવી પડશે.

તેમજ મીઠા ઉત્પાદનથી પશુ-પક્ષી તથા માલઢોરને અને પર્યાવરણને પણ ગંભીર નુકસાન પહોંચશે. પીવાના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધવાથી લોકોને કીડની, તથા લીવરની ગંભીર બીમારીઓ થવાની પૂરેપૂરી સંભાવના છે. અગાઉ કંપનીને સરકાર દ્વારા મીઠા ઉત્પાદન માટે જમીન ફાળવાયેલી હતી. જેથી ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને આ અંગે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન પણ દાખલ કરેલી હતી.

આ વિસ્તારમાં મીઠા ઉત્પાદન માટે જમીન ફાળવણી સામે લોકોનો વિરોધ થતો હોવાને કારણે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પણ ઉભા થવાની સંભાવના છે. આ બાબતે તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક લોકોના આરોગ્ય તથા ખેતી લાયક જમીનો અને પર્યાવરણને થતા ગંભીર નુકસાનીને ધ્યાને રાખી ચીખલી ગામે જી.એચ.સી.એલ કંપનીને મીઠા ઉત્પાદન માટે ભાડાપટ્ટે જમીન ફાળવવામાં ન આવે તેવી માગ સાથે આ વિસ્તારના ખેડૂતો, સરપંચો દ્વારા ડે.કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ બાબતે ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારના લોકો અને ખેડૂતોના વિરોધને ઘ્યાને નહિ લેવાય અને જી.એચ.સી.એલ કંપનીને મીઠા ઉત્પાદન માટે ભાડાપટ્ટે જમીન ફાળવણી કરશે તો તમામ સરપંચઓ,તથા અસરગ્રસ્ત ગામના ગ્રામજનો દ્વારા નાછુટકે ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચારી હતી.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post