સાબરકાંઠા (હિંમતનગર)38 મિનિટ પહેલા
- કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના વડાલી પાસે આવેલા સાબરકાંઠા અને મહેસાણાના સરહદે આવેલા ધરોઈ જળાશય પર ફિશિંગ કમિશનર ત્રણ દિવસ પહેલા વિજિટ કરવા માટે આવ્યા હતા. ત્યારે આરોપીઓને કાર્યવાહી કરવાના ડરે કમિશનરે ઘુટણ પર બચકું ભરીને બોલાચાલી કરીને આરોપીઓએ કમિશનર પર હુમલો કરી પેટના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. જેને લઈને વડાલી પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો સહિત 12ના ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે. તો પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાન
આ અંગેની વિગત એવી છે કે, વડાલીના ધરોઈ જળાશયમાં અંબાવાડા ગામ નજીક ફીશરીજનો વ્યવસાય ચાલે છે. ફિશરીઝ કમિશનર નીતિન સાંગવાન અને ફિશિંગ અધિકારી ડી.એન. પટેલ ફિશિંગ ક્રેઝ કલ્ચરની વિજિટ માટે સોમવારે બપોરે આ વ્યવસાય સ્થળે આવ્યા હતા. જ્યાં માછલી ઉછેરનો વ્યવસાય કરતા ખેડબ્રહ્માના કંથાપુર ગામના માછલી ઉછેર કરનાર બાબુભાઈ લેબાભાઈ પરમારને નીતિન સાંગવાન વિજિટ દરમિયાન ગેરરીતીને લઈને પોતાની ઉપર કાયદેસરની કાર્યવાહી થવાની બીકે ઉશ્કેરાઈ જઈને કમિશનરના ઘુંટણના ભાગે બચકું ભરીને ઈજાઓ પહોંચાડી હતી.
તો સાથે આવેલા ફિશિંગ અધિકારી ડી.એન. પટેલ સાથે બોલાચાલી કરી હતી. જેને લઈને બાબુભાઈની તરફદારી કરવા માટે કંથાપુરના દિલીપભાઈ ઉજમાભાઈ પરમાર અને બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણ ગામના રાજુભાઈ રેશમભાઈ પરમાર, નિલેષભાઈ હરિભાઈ પરમાર અને રાહુલભાઈ આવી ગયા હતા.
કમિશનર નીતિન સાંગવાન સાથે બોલાચાલી કરી જપાજપી કરી શરીરે અને પેટના ભાગે ગંભીર ઈજાઓ કરી હતી. કમિશનરને અને સાથે ફિશિંગ અધિકારી અને કર્મચારીઓને કહેલું કે, તમારે જીવતા બહાર જવું હોય તો લખાણ લખી આપો કે “આજરોજ મેં ક્રેઝની મુલાકાત લીધી છે અને મુલાકાત વખતે બાબુભાઈ સાથે બોલાચાલી થયેલી અને બાબુભાઈને મુક્કા મારેલા તે બાબતે સમાધાન થઇ ગયેલું છે. હું પોલીસમાં ફરિયાદ કરીશ નહિ “તેવું લખાણ લખી આપો તેવી ધમકી આપી હતી.
કમિશનર સાથે આવેલા અધિકારીઓને ભયમાં મુકવા માટે 10થી 12 જણાનું લાકડીઓ સાથે ટોળું આવી ગયું હતું. કમિશનર અને સાથે આવેલા અધિકારીઓ અને કર્મચારીઓને સરકારી ફરજમાં રુકાવટ કરી સરકારી અધિકારીઓ પર હુમલો કરવાને લઈને વડાલી પોલીસ સ્ટેશનમાં ફિશિંગ અધિકારી દિનેશ નટવરલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી.
વડાલી પોલીસે ખેડબ્રહ્માના કંથાપુરના બાબુભાઈ લેબાભાઈ પરમાર, દિલીપભાઈ ઉજમાભાઈ પરમાર, બનાસકાંઠાના દાંતા તાલુકાના અડેરણના રાજુભાઈ રેશ્માભાઈ ગમાર, નિલેષભાઈ હરિભાઈ ગમાર, રાહુલભાઈ અને બીજા 10થી 12 જણાના ટોળા સામે ગુનો નોંધીને વડાલી પોલીસે બનાસકાંઠાના દાંતા તાલુકાના નિલેષભાઈ હરિભાઈ ગમાર, વિષ્ણુભાઈ રેશમાભાઈ ગમાર ખેડબ્રહ્માના કંથાપુરના દિલીપભાઈ ઉજમાભાઈ પરમારને ઝડપી લીધા છે.