1.20 લાખના કમ્પ્યુટર્સ ઓફિસના જ પટાવાળાએ ચોર્યા હોવાની કબૂલાત કરી, CPU સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો | Computers worth 1.20 lakhs admitted to have been stolen by office peon, items including CPU seized | Times Of Ahmedabad

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજપીપળા બરોડા સ્વ-રોજગાર વિકાસની કચેરીમાંથી કોમ્પ્યુટર્સ સહિત સી.પી.યુ સાથેના 8 અંગ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ચોરાયેલા કમ્પ્યુટરની કિંમત આશરે રૂ.1 લાખ 20 હજાર આંકવામાં આવી રહી છે.આ અંગે રાજપીપળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી.ચૌધરીએ ચોરી શોધવા અંગે સૂચના આપી હતી. પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.એમ. લટા તથા રાજપીપળા પોલીસ સ્ટાફના માણસોએ સંસ્થામાં સફાઈ કરતા પટાવાળો જ ચોર છે તે સાબિત કરી દીધું હતું.

ચોરી કરનાર પટાવાળાનું નામ હેમચન્દ્ર વસાવા છે અને તે મોટી ચીખલી ખાતે મહારાજ ફળીયામાં રહે છે. તેણે આ ચોરી કર્યાની કબૂલાત પણ કરી છે. પોલીસ પૂછપરછમાં તેણે ચોરી કબૂલી હતી. પોલીસે સ્વ-રોજગાર વિકાસ સંસ્થાની ઓફિસમાંથી કોમ્પ્યુટર્સ સહિત સી.પી.યુ સાથેનો ચોરી કરેલો મુદ્દામાલ સાથે આરોપીને પકડી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post