રાજકોટમાં પ્રથમ વખત ઇસ્ટ ઝોનમાં 1.22 કરોડના ખર્ચે રસ્તા પર થશે વ્હાઇટ ટોપિંગ,સ્ટેન્ડિંગની બેઠકમાં નિર્ણય | For the first time in Rajkot, white topping will be done on the road in the east zone at a cost of 1.22 crore, decision will be taken in the standing meeting. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • For The First Time In Rajkot, White Topping Will Be Done On The Road In The East Zone At A Cost Of 1.22 Crore, Decision Will Be Taken In The Standing Meeting.

રાજકોટ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠક મળી

રાજકોટ મનપા કચેરી ખાતે આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની બેઠક ચેરમેન પુષ્‍કર પટેલના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી જેમાં કુલ 154 કરોડની 43 દરખાસ્‍તો ઉપર મંજુરીની મહોર મારવામાં આવી હતી.નોંધનીય છે કે રાજકોટમાં પ્રથમ વખત ઇસ્ટ ઝોનમાં 1.22 કરોડના ખર્ચે રસ્તા પર થશે વ્હાઇટ ટોપિંગ થશે.

અડધો કિમીના રસ્તા ઉપર વ્હાઇટ ટોપિંગ થશે
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલએ જણાવ્યું હતું કે, આજે ભાવનગર રોડ ઉપર પાયલોટ પ્રોજેકટ શરૂ કરવાની દરખાસ્ત મંજુર કરાઇ છે. ઇસ્ટઝોન કચેરી પાસેના અડધો કિમીના રસ્તા ઉપર રૂ.1.22 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગનું કામ મંજુર કરવામાં આવ્યું છે. પાયલોટ પ્રોજેકટ હોય સ્થાનિક એજન્સીને કામ સોંપાયું છે. આગામી દિવસોમાં વધુ રસ્તાઓ ઉપર વ્હાઇટ ટોપિંગ કરવાનું થશે ત્યારે બહારના રાજ્યોની એજન્સીઓ પણ આવશે.

રસ્તા વધુ પ્રકાશિત લાગશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વ્હાઇટ ટોપિંગનો મુખ્ય કાયદો એ છે કે ઉનાળામાં ડામર પીગળશે નહીં અને ચોમાસામાં ડામર રોડ તૂટશે નહીં તેમજ વ્હાઇટ ટોપિંગ ઉપર વ્હાઇટ એલઇડી લાઇટનો પ્રકાશ પડતા રાત્રીના સમયે રસ્તા વધુ પ્રકાશિત પણ લાગશે. અંદાજે સરેરાશ ચાર ફૂટની લંબાઇ-પહોળાઇની કોન્ક્રીટ ટાઇલ્સથી ડામર રોડ મઢાશે. સ્થાનિક સ્તરે જ કાસ્ટિંગ શીટમાં કોન્ક્રીટ ટાઇલ્સ બનાવી ડામર રોડ ઉપર પાથરવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ

17.50 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નખાશે
સ્‍ટેન્‍ડીંગ કમીટીની બેઠકમાં શહેરમાં નવા ભળેલ વોર્ડ નં.1 ના જામનગર રોડ સ્‍થિતિ ઘંટેશ્વર અને વર્ધમાનનગર વિસ્‍તારમાં સુવેઝ ડ્રેનેજ પાઇપલાઇન રૂ. 17.50 કરોડના ખર્ચે નાખવામાં આવશે. જયારે 4 મેગા વોટનો સોલાર પ્રોજેકટમનપા દ્વારા ગવરીદળ ખાતે 4 મેગા વોટના પાવર પ્‍લાન્‍ટ માટે સોલાર પ્રોજેકટ માટે કન્‍સલટન્‍ટની સલાહ લેવામાં આવશે.કન્‍સલટન્‍ટના અભિપ્રાય બાદ જો શકય હશે.તો તેનુ નિર્માણ કરાશે અને તેની વિજળી ડ્રેનેજ શાખા તથા અન્‍ય એચ.ટી.વીજ કનેકશન ધરાવતા પમ્‍પીંગ સ્‍ટેશન, એસ.ટી.પી. ડબલ્‍યુટીપી વગેના વીજ વપરાશનો સેટ-ઓફ કરાશે આ કામ માટે હાલ 46.85 લાખનો ખર્ચ સ્‍ટેન્‍ડીંગે મંજુર કર્યો છે.

1.19 અબજના કામો મંજુર
આ ઉપરાંત શહેરના વોર્ડ નં.18 ના કોઠારીયા ખાતે એનીમલ હોસ્‍ટેલના જુના કેટલ શેડમાં વધારો કરવા તેમજ ગમાણ બનાવવા 19 લાખનો ખર્ચ સ્‍ટેન્‍ડીંગે મંજુર કર્યો છે. જયારે વોર્ડનં. 9 ના મોમ્‍બાસા પાર્ક નિલકંઠનગર, લીમડાલેન તથા સરીતા પાર્ક, વોર્ડ નં.8 ના લક્ષ્મીનગર, વૈશાલીનગર ખાતે રૂ. 1.71 કરોડના ખર્ચે પેવીંગ બ્‍લોક નાખવામાં આવશે સાથે શહેરના રોડ રસ્‍તાના કામ માટે રૂ. 2.31 કરોડ ડ્રેનેજ 17 કરોડ, અન્‍ડરપાસ માટે 2.79 કરોડ આવાસ યોજના માટે 1.19 અબજના કામોને પણ સ્‍ટેન્‍ડીંગ કમિટીએ મંજુરી આપી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم