જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

જામનગર નજીક નાઘેડી ગામમાં રહેતા એક દારૂના ધંધાર્થીના રહેણાંક મકાન પર એલસીબીની ટીમે દારૂ અંગે દરોડો પાડયો હતો, અને મકાનમાંથી રૂપિયા અડધા લાખની કિંમતનો 125 નંગ દારૂની બાટલીનો જથ્થો કબજે કર્યો હતો, જયારે દારૂનો ધંધાર્થી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.
આ દરોડાની માહિતી એવી છે કે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં વિનાયક સોસાયટીમાં રહેતા વિશાલ જયંતીભાઈ દેસાણી નામના દારૂના ધંધાર્થીના રહેણાંક મકાનમાં બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમીયાના રહેણાંક મકાનમાંથી 125 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા અડધા લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જ્યારે મકાન માલિક વિશાલ દેસાણી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.