સુરત9 કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- ઠગ ટોળકીએ ડોક્યુમેન્ટ અને વીડિયો મોકલી વિશ્વાસ જીતી ઓર્ડર લીધા
- સુરતના 2 , વડોદરા-દુબઈના 1-1 મળી 4 ગઠિયાઓ સામે ગુનો દાખલ
દુબઈથી ઓઇલના 13 કન્ટેઇનરો મંગાવવાના ચક્કરમાં મોટા વરાછાના ઓઇલના વેપારીએ 66.17 લાખની રકમ ગુમાવી છે. સરથાણા પોલીસમાં ઓઇલના વેપારી પાર્થ મોહનભાઈ ગરસોંદીયાએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે એજન્ટ રવિન્દ્ર ગૌર (રહે, મનમંદિર રો હાઉસ, અડાજણ), નીશીત સતીશ દેસાઈ (રહે, દરજી ફળિયું,ભરથાણા), આર્યન મુનાફ પઠાણ (રહે, સરવન ટેકરા, રાવપુરા, વડોદરા) અને મુનાફ પઠાણ (રહે, હમરીયાહ, ફ્રી ઝોન શારજાંહ, યુએઈ) સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. જેમાં આર્યન અને મુનાફ પિતા-પુત્ર છે. બન્ને હાલમાં દુબઈમાં છે.
વરાછાના ઓઇલના વેપારીએ 66.17 લાખની રકમ ગુમાવી
વેપારીની વર્ષ 2022માં જુલાઇ માસમાં એક મિત્રએ રવિન્દ્ર ગૌરની ઓળખાણ કરાવી અને તે ઈન્ડિયા માર્ટમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. પછી વેપારી રવિન્દ્ર સાથે ઓઇલનો ધંધો કરતા હતા. વેપારીને બેઝ ઓઇલના જથ્થાબંધ માલની જરૂર પડી હતી. આથી એજન્ટ રવિન્દ્રએ વેપારીને અદરાબ પ્રેટ્રોકેમ ઈન્ડિયા કંપનીના મેઇન એજન્ટ તરીકે નીશીત દેસાઇ હોવાનું જણાવી દુબઈમાં તેની સાથે વાત કરાવી હતી. બે બેઝ ઓઇલના કન્ટેઇનરનો માલ અરબ દેશમાંથી મંગાવી આપવા નીશીત દેસાઈને વેપારીએ 22 લાખની રકમ આરટીજીએસથી આપી હતી.
વેપારીએ 22 લાખની રકમ આરટીજીએસથી આપી
આ ઉપરાંત રવિન્દ્ર પાસેથી ધંધાની 12.17 લાખની રકમ નીકળતી હતી. ટોટલ 3 કન્ટેઇનરો માટે વેપારીએ 34.17 લાખની રકમ આપી હતી. વળી ઠગ ટોળકીએ માલનું ઈનવોઇસ, પેકેજીંગ લીસ્ટ, કંપનીનું સર્ટીફીકેટ, એલોટી લેટર અને માલ લોંડીગનો વિડીયો મોક્લ્યો હતો.
વેપારીએ ટોટલ 66.17 લાખની રકમ આપી
આથી વેપારીએ વિશ્વાસ કરી વધુ 10 કન્ટેઇનરો મંગાવવા ટોકન પેટે વધુ 30 લાખની રકમ અદરાબ પ્રેટ્રોકેમના બેંક ખાતામાં આરટીજીએસથી ટ્રાન્સફર કરી હતી. વેપારીએ ટોટલ 66.17 લાખની રકમ આપી હતી. જેમાં વડોદરામાં રહેતા અને અદરાબ પ્રેટ્રોકેમ નામની બેઝ ઓઇલનો ધંધો કરતા આર્યન મુનાફના ખાતામાં અને બીજી રકમ દુબઈમાં મુનાફ પઠાણના ખાતામાં ટ્રાન્સફર કરી હતી.