અંબાજીએક કલાક પહેલા
- કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લાનું યાત્રાધામ અંબાજી અને અંબાજી ધામના લોકો સદૈવ સેવા કાર્યોમાં તત્પર રહેતા હોય છે. જ્યારે ખાસ કરીને અંબાજી ખાતે આવેલી પ્રજાપતિ સમાજની ધર્મશાળાના રમેશ પ્રજાપતિ અનેક સેવા કાર્યોમાં સહભાગી થતા હોય છે. તેમના દ્વારા છેલ્લા 13 વર્ષથી લઈ આજ દિન સુધી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નિઃશુલ્ક ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના કુંડા અને ચકલી ઘર વિતરણ કરી વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવ્યો હતો.
વિશ્વ ચકલી દિવસની ઉજવણી ઠેર ઠેર થતી હોય છે. અનેક લોકો અનેક પ્રકારે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરતા હોય છે. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંબાજી પ્રજાપતિ સમાજની ધર્મશાળામાં મોટી સંખ્યામાં લોકો ચકલી ઘર અને પાણીના કુંડા લેવા પહોંચ્યા હતા. જ્યારે ધર્મશાળામાં લોકોને નિઃશુલ્ક માટીમાંથી બનાવેલ પાણીના કુંડા અને ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યા હતા. વધુમાં વધુ લોકો આ પાણીના કુંડા અને ચકલી ઘર પોતાના ઘર બહાર, ઓફિસ બહાર સહિત વિવિધ જગ્યાઓએ લગાવી અને ચકલીઓનું જીવન બચે અને લુપ્ત થતી ચકલી બચી શકે તેને લઈ આ વિતરણ કરવમાં આવ્યું હતું.