Sunday, March 19, 2023

રાજ્યમાં કોરોનાના નવા 133 કેસ, ચાર મહાનગરોમાંથી અમદાવાદ સૌથી વધુ 70 કેસ; બીજા નંબરે મહેસાણા જિલ્લો | 133 new cases of Corona in the state, Ahmedabad has the most 70 cases among the four metros; Second is Mehsana district | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસ પણ જોવા મળી રહ્યા છે. એવામાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં સામાન્ય ઘટાડો નોંધાતા આજે 133 કેસ નોંધાયા છે. જેની સામે 48 દર્દીઓ સાજા થયા છે.

રાજ્યમાં કોરોનાના કુલ 740 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 740 એક્ટિવ કેસ છે. જેમાંથી 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 735 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,66,929 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11047 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 70 કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 70 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં 16 કેસ સામે આવ્યા છે. સુરતમાં 10 નવા કેસ સામે આવ્યા છે. રાજકોટમાં 11 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં 6 નવા કેસ નોંધાયા છે. ભરૂચમાં 3 નવા કેસ, વલસાડમાં પણ 3 નવા કેસ સામે આવ્યા છે. ભાવનગરમાં 3 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગર 3 અને પોરબંદરમાં 2 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમરેલીમાં 1 કેસ નોંધાયો છે. ગીર સોમનાથમાં 1 કેસ, જામનગરમાં 1 કેસ, મહીસાગરમાં 1 કેસ, મોરબીમાં પણ 1 કેસ અને સુરેન્દ્રનગરમાં પણ 1 કેસ નોંધાયો છે.

મહેસાણામાં એક જ દિવસમાં 16 કેસ સામે આવ્યા
મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે.આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો હવે 68 પર આવી પહોંચ્યો છે ત્યારે હવે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીગમાં વધારો કરી દેવામાં આવ્યો છે.

જિલ્લામાં આજે નવા 441 સેમ્પલ લેવાયા
મહેસાણા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે સતત ચોથા દિવસે કોરોના રોકેટ ગતિએ વધી રહ્યો છે. જેમાં આજે એક જ દિવસમાં 16 કેસ સામે આવ્યા જેમાં મહેસાણા શહેરમાં 2, ગ્રામ્ય વિસ્તારોમાં 3,કડી શહેર માં 2 અને ગામડાઓમાં 5, બેચરાજી તાલુકામાં 1, વિજાપુર શહેરમાં 1 અને ગામડાઓમાં 1,ખેરાલુ તાલુકામાં 1 મળી નવા 16 કેસ નોંધાયા છે. ત્યારે જિલ્લામાં આજે નવા 441 સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલી અપાયા છે.

સીઝનલ ફલૂના આજે એક દર્દી ડિસ્ચાર્જ કરાયો
મહેસાણા જિલ્લામાં બીજી બાજુ શરદી ખાંસીના કેસો સતત વધી રહ્યા છે.જિલ્લામાં આજે સીઝનલ ફ્લૂના એક દર્દીને રજા આપી દેવાઈ છે. તો બીજી તરફ સીઝનલ ફ્લૂનું વધુ એક સેમ્પલ લઇ તપાસ માટે લેબમાં મોકલી અપાયું છે.

વડોદરામાં 6 નવા કેસ નોંધાયા
આ ઉપરાંત વડોદરા શહેરના રામદેવનગર, હરણી, સમા, ભાયલી અને સુભાનપુરા વિસ્તારમાં આજે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. કુલ 270 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 6 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલ 20 લોકો હોમ ક્વોરન્ટીન છે. આજે 3 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: