No results found

    શહેરમાં આજે કોરોનાના વધુ 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક વધીને 31 થયો | 6 more cases of corona were reported in the city today, the number of active cases increased to 31 | Times Of Ahmedabad

    વડોદરાએક કલાક પહેલા

    • કૉપી લિંક
    પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

    પ્રતિકાત્મક તસવીર

    વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં કોરોનાના આજે વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. કેસનો કુલ આંક 100,950 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 544 થયો છે. અત્યાર સુધીમાં કુલ 100,375 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 31 ઉપર પહોંચ્યો છે.

    આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
    વડોદરા શહેરના રામદેવનગર, હરણી, સમા, ભાયલી અને સુભાનપુરા વિસ્તારમાં આજે કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. કુલ 270 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 6 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલ 20 લોકો હોમ ક્વોરન્ટીન છે. આજે 3 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

    દર્દીઓનો રાફડો ફાટ્યો
    વડોદરા સહિત ગુજરાતમાં કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવ જેવાં લક્ષણોવાળા દર્દીઓનો રાફડો ફાટ્યો છે.

    અન્ય સમાચારો પણ છે…

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال