વડોદરા નાગરવાડામાંથી ગેરકાયદે રાખવામાં આવેલા 14 સોળો પોપટ મુક્ત કરાવ્યા | 14 illegally kept parrots released from Vadodara Nagarwada | Times Of Ahmedabad

વડોદરા38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નાગરવાડા નવીધરતી ગોલવાડમાંથી પિંજરામાં પુરાયેલા પોપટ મુક્ત કરાયા

શહેરના નાગરવાડા નવી ધરતી ગોલવાડમાં કેટલાંક પરિવારો દ્વારા ગેરકાયદેસર પોપટને પિંજારામાં પૂરી રાખવામાં આવ્યા હતા. ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ વડોદરા વન વિભાગ અને સ્થાનિક પોલીસની મદદ લઇ 14 સોળો પોપટ મુક્ત કરાવ્યા હતા. જપ્ત કરાયેલા પોપટને વન વિભાગ ખાતે લઇ જવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા તમામ પોપટને મુક્ત કરી દેવામાં આવશે.

સંસ્થાને માહિતી મળી હતી
ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના અગ્રણી રાજેશ ભાવસારે જણાવ્યું હતું કે, અમારી સંસ્થાને માહિતી મળી કે, વડોદરા શહેરના કેટલાંક વિસ્તારોમાં કેટલાંક પરિવારજનો દ્વારા પોપટને પિંજરામાં રાખવામાં આવ્યા છે. તો કેટલાંક દ્વારા ઘરમાં પણ પિંજારામાં પોપટ રાખી વેચાણ પણ કરવામાં આવી રહ્યા છે. આ માહિતીના પગલે અમારી સંસ્થાના કાર્યકરો ખાનગી રીતે તપાસ કરી રહ્યા હતા.

વન વિભાગ અને ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ સયુક્ત ઓપરેશન પાર પાડ્યું

વન વિભાગ અને ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાએ સયુક્ત ઓપરેશન પાર પાડ્યું

સવારથી ચેકીંગ કરવામાં આવ્યું
દરમિયાન અમારી ટીમને નાગરવાડા નવી ધરતી ગોલવાડમાં પિંજરામાં પોપટ રાખીને વેચાણ તેમજ કેટલાંક ઘરમાં પોપટને પિંજારામાં રાખવામાં છે. જે માહિતીના આધારે વન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આજે વન વિભાગની ટીમને સાથે રાખીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર રીતે પિંજરામાં રાખવામાં આવેલા 14 નંગ સોળો પોપટ મળી આવ્યા હતા.

પિંજરામાં કેદ પોપટ હવે આઝાદ થશે

પિંજરામાં કેદ પોપટ હવે આઝાદ થશે

પક્ષીઓ રાખનારાઓમાં ફફડાટ
નાગરવાડા નવીધરતી ગોલવામાંથી મળી આવેલા 14 પોપટને વન વિભાગે કબજે લઇ વન વિભાગ ખાતે લઇ ગયા હતા. વન વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા 14 પોપટને આગામી દિવસોમાં જંગલ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવશે. ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થા અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે ચેકીંગ કરીને 14 પોપટ જપ્ત કરવામાં આવતા પોપટ જેવા પક્ષીઓને કેદ કરી રાખનારાઓ ફફડાટ વ્યાપી ગયો છે.

પોપટ પિંજરામાં રાખવા ગુનો
આ અંગે ગુજરાત પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના અગ્રણી રાજેશ ભાવસારે જણાવ્યું હતું કે, પક્ષીઓને પિંજરામાં પુરવા ગુનો બને છે. આજે અમારી ટીમ અને વન વિભાગની ટીમ દ્વારા નાગરવાડા નવીધરતી ગોલવાડમાંથી પિંજરામાં કેદ રાખવામાં આવેલા 14 નંગ સોળો પોપટને મુક્ત કરાવવામાં આવ્યા છે. હાલ તમામ પોપટને વન વિભાગ ખાતે લઇ જવામાં આવ્યા છે. બીજી બાજુ પોપટ રાખનારાઓ સામે વન વિભાગના કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. તેમને લોકોને પણ અપિલ કરી છે કે પક્ષીઓને પિંજરામાં રાખવામાં ગુનો બને છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم