- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Dhanpur Police Raided One Village At Night And Another Village At Midnight. Liquor Worth 1.46 Lakh Was Seized, One Bootlegger Was Caught, One Was Absconding.
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક

ગઈકાલે ધાનપુર પોલીસે જુદા જુદા બે ગામોમાં બુટલેગરના બે રહેણાંક મકાનોમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર ઓચિંતી રેડ પાડી હતી. રૂપિયા 1.46 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ-બીયર સાથે એક બુટલેગરની અટક કર્યાનું તથા એક બુટલેગર રેડ સમયે ઘરે હાજર ન હોવાથી તેને પકડી શકી ન હોવાનું જાણવા મળ્યું છે.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો
પ્રાપ્ત વિગત અનુસાર મળેલી બાતમીના આધારે ધાનપુર પોલીસે ગતરાતના સાડા આઠ વાગ્યાના સુમારે અગાશવાણી ગામના તડવી ફળીયામાં રહેતા બુટેલગર નવાભાઈ ધુળીયાભાઈ તડવીના રહેણાંક મકાનમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડા પર ઓચિંતી રેડ પાડી હતી.આ રહેણાંક મકાનમાંથી રૂપિયા 48,150ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ ગોવા સ્પીરીટ માર્કાના પ્લાસ્ટીકના કવાર્ટરીયા નંગ-450 તથા લંડન પ્રાઈડ પ્રીમીયમ માર્કાના રૂા. 71,520 ની કિંમતના કાચના કવાર્ટરીયા નંગ-480 મળી કુલ રૂા. 1,19,670ની બોટલ નંગ-930 પકડી પાડી કબજે લઈ બુટલેગર નવાભાઈ ધુળીયાભાઈ તડવીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારુ અને બીયરનો જથ્થો ઝડપાયો
જ્યારે ધાનપુર પોલીસે બીજી રેડ પાવ ગામે કાળીયા ફળિયામાં રહેતા બુટલેગર સુરેશભાઈ મગનભાઈ પરમારના રહેણાંક મકાનમાં મોડી રાતના અઢી વાગ્યે પાડી હતી. મકાનમાંથી રૂા. 26,400ની કુલ કિંમતના માઉન્ટસ 6000 બીયરના ટીન નંગ-264 ઝડપી પાડી કબજે લીધી હતી. જ્યારે પોલિસની રેડના સમયે બુટલેગર સુરેશભાઈ મગનભાઈ પરમાર ઘરે હાજર ન હોવાને કારણે પોલિસ તેને પકડી શકી ન હતી.