કચ્છ (ભુજ )17 મિનિટ પહેલા
- કૉપી લિંક

વિશ્વ પ્રસિધ્ધ સફેદ રણ અને વર્લ્ડ હેરિટેજ ધોરાવીરાના કારણે દેશ વિદેશથી લોકો કચ્છની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસ અને છત્તીસગઢ પોલીસના સંકલનના ભાગરૂપે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આજે પૂર્વ કચ્છ પોલીસ વિભાગની મુલાકાતે છત્તીસગઢ પોલીસના પંદર પોલીસ અધિકારીઓ પૂર્વ કચ્છના જુદા જુદા પોલીસ મથકની મુલાકાતે આવ્યા હતા. છત્તીસગઢ2 પોલીસના અધિકારીઓએ વાગડના અન્ય સ્થળોની પણ મુલાકાત લઈ ખુશી અનુભવી હતી.

બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ છત્તીસગઢના પોલીસ અધિકારીઓએ રાપર પોલીસ મથકની મુલાકાત લીધી હતી. રાપર પોલીસ ઈન્સ્પેક્ટર વી કે ગઢવીએ ગુજરાત અને કચ્છ પોલીસની જુદી જુદી કામગીરી અને પોલીસ રેકોર્ડ, એફઆઈઆર, પોલીસ લોકઅપ, ટ્રાફિક તથા તપાસની રીત અંગે માહિતી આપી હતી. તો એસઓજી પીએસઆઇ એમ એમ ઝાલા એ સ્પેશિયલ ઓપરેશન ગૃપ ની કામગીરી અંગે જાણકારી આપી હતી રાપર પીઆઈ વી. કે ગઢવી પીએસઆઇ જી બી માજીરાણા પીએસઆઇ આર આર આમલીયાર બાબુભાઈ કારોત્રા નરેશ ઠાકોર મુકેશ ચાવડા અશોકભાઈ જાદવ વિગેરે એ રાપર પોલીસ ની કામગીરી અંગે જાણકારી આપી હતી તો છત્તીસગઢ પોલીસ ના ઈન્ચાર્જ પોલીસ અધિકારી અભિષેક દુબે એ ગુજરાત અને કચ્છ પોલીસ વિભાગ દ્વારા જે માહિતી આપી તે એકદમ સરસ છે અને કચ્છ ના સફેદ રણ તથા ધોરાવીરા ની મુલાકાત લઈ કચ્છ ની જાણકારી મેળવી હતી