સિટી બસમાં અનિયમિતતા બદલ 15 કન્ડક્ટર ટેમ્પરરી સસ્પેન્ડ, 6ને કાયમી ધોરણે ફરજમુક્ત કરાયા | rajkot News: 15 conductors temporarily suspended for irregularities in city buses | Times Of Ahmedabad

રાજકોટ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar

ફાઈલ તસવીર.

રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા શહેરીજનોને 47 રૂટ પર 115 સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માં 13થી 19 દરમિયાન કુલ અંદાજિત 1,20,848 કિમી ચાલેલ છે, કુલ 2,05,343 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવે છે. સિટી બસના બસ સ્ટોપ અને પીક અપ સ્ટોપનું જરૂરિયાત મુજબનું રિપેરિંગ તથા નાગરિકોની જાણકારી હેતુ તેના પર ટાઇમ ટેબલ અદ્યતન કરવાનું કાર્ય ચાલુ છે.

સિટી બસમાં થયેલ દંડનીય કાર્યવાહી

  • સિટી બસ સેવામાં બસ ઓપરેટર શ્રી મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ કુલ 14,050 કિમીની પેનલ્ટી મુજબ કુલ અંદાજિત રૂ. 4,91,750ની પેનલ્ટી કરવામાં આવી છે.
  • સિટી બસ સેવામાં ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રામોડેન કામમાં ક્ષતિ બદલ કુલ રૂ.56,200ની પેનલ્ટી આપવામાં આવી છે.
  • સિટી બસ સેવાની કામગીરીમાં ગેરરીતી/અનિયમિતતા બદલ 15 કંડક્ટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવેલ અને 6 કંડક્ટરને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
  • ચેકિંગ દરમિયાન કુલ 28 મુસાફરો ટિકિટ વગર જણાયેલ, જેમાં તેમની પાસેથી કુલ અંદાજિત રકમ રૂ.3,080નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

બીઆરટીએસ બસ સેવાની કામગીરી
રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા રાજકોટ શહેરીજનોને BRTS રૂટ પર 20 BRTS બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. બીઆરટીએસ બસ સેવામાં 13થી 19 દરમિયાન કુલ અંદાજિત 28,745 કિમી ચાલેલ છે તથા કુલ 1,82,529 મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવ્યો છે. બીઆરટીએસ બસ સેવામાં એક્સ-મેન તથા સિક્યોરિટી પૂરા પાડતી એજન્સી શ્રી રાજ સિક્યોરિટી સર્વિસને કામમાં ક્ષતિ બદલ રૂ.6,800ની પેનલ્ટી કરવામાં આવી છે.

ફાયર સેફ્ટીના સાધનોની મોકડ્રીલ યોજાઇ
રાજકોટ મહાનગરપાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રેલનગરમાં આવેલ સુંદરમ સિટીમાં ચીફ ફાયર ઓફિસર આઇ.વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફ્ટી અંગે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિલ્ડિંગના અંદાજે 60થી 70 જેટલા રહેવાસીઓ આ મોકડ્રિલમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم