Header Ads

ટ્રાફિક પોલીસ અને એસટી વિભાગ દ્વારા સંયુક્ત ચેકિંગ હાથ ધરાયું, ગેરકાયદેસર રીતે પેસેન્જર ભરતા 15 વાહનો ડીટેઇન કરાયા | Joint checking conducted by traffic police and ST department, 15 vehicles illegally carrying passengers detained | Times Of Ahmedabad

જામનગરએક મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર એસટી વિભાગ અને જામનગર ટ્રાફિક પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સીઓ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર પેસેન્જર ભરેલી 15 જેટલી સ્કોર્પિયો, ઇકો સ્પોર્ટ્સ તેમજ ઇકો સહીત ગાડીને ડિટેઈન કરવામાં આવી હતી. તેમજ ચેકિંગ દરમિયાન માલવાહક વાહનોમાં મુસાફરોને ગેરકાયદેસર બેસાડીને પૈસા ઉઘરાવી લઈ જવામાં આવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેમાં 15 વાહનોને ડીટેઈન પણ કરવામાં આવ્યાં હતા.

જામનગરના ધોરી માર્ગ પર ટ્રાફિક શાખા અને એસ.ટી વિભાગ દ્વારા ડ્રાઈવ રાખવામાં આવી હતી, અને માલવાહક વાહનોમાં મુસાફરોની હેરાફેરી કરતા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરી હતી. સાથો સાથ જામનગરની ટ્રાફિક શાખાના પી.આઇ. અલ્પેશ ચૌધરી તેમજ પી.એસ.આઇ.એમ.વી મોઢવાડિયા અને એસટી વિભાગના સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સતત બીજા દિવસે કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. તેમજ ગઈકાલે જામનગરથી ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા મેઘપર સહિતના વિસ્તારોમાં મોટાપાયે ચેકિંગ હાથ ઘરવામાં આવ્યું હતું, અને ગેરકાયદેસર રીતે માલવાહક વાહનોમાં વેનમાં પેસેન્જર બેસાડીને મુસાફરી કરાવાતી હોય તેવા વાહનોને ચેક કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…
Powered by Blogger.