વેસુમાં ટેક્સટાઇલના વેપારીએ બ્લડ પ્રેશરની 150થી વધુ ગોળીઓ ખાઈ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ | A textile merchant in Vesu took over 150 blood pressure pills to cut short his life, reason intact | Times Of Ahmedabad

સુરત33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ટેકસટાઇલના વેપારીએ બ્લડ પ્રેશરની 170 જેટલી ગોળીઓ એક સાથે ખાઈને આપઘાત કરી લીધો હતો. - Divya Bhaskar

ટેકસટાઇલના વેપારીએ બ્લડ પ્રેશરની 170 જેટલી ગોળીઓ એક સાથે ખાઈને આપઘાત કરી લીધો હતો.

સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા ટેક્સ્ટાઇલના વેપારીએ બપોરે વેસુ ચાર રસ્તા પર પોતાની કારમાં વધુ પડતી બ્લડ પ્રેશરની ટેબ્લેટ ખાઇને આપઘાત કર્યો હતો.ટેબ્લેટ ગળીને તેઓ જાતે ઘરે ગયાં હતાં.ઘરે ગયા બાદ તેમને ગભરામણ થવા લાગતા પરિવારજનો તેમને હોસ્પિટલમાં લઇ ગયા હતા.જોકે ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.પોલીસે ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના વેપારીએ આપઘાતના ઇરાદે બ્લડ પ્રેશરની ગોળીઓ ખાધી
​​​​​​​
સુરતના સિટીલાઇટ ખાતે આવેલ આશીર્વાદ પાર્કમાં રહેતા 52 વર્ષીય ગીરીશભાઈ ઈશ્વરદાસ નારંગ સચિન ખાતે ભાગેદારીમાં ટેક્સ્ટાઇલનો ધંધો કરતા હતા.ગઈ કાલે બપોરે તેઓ ફેક્ટરીથી ઘરે જવા માટે નીકળ્યા હતા.પરંતુ ઘરે પહોંચતા પહેલા વેસુ ચાર રસ્તા પાસે પોતાની કારમાં જ તેમને આપઘાતના કરવાના ઇરાદે બ્લડ પ્રેશરની 170થી 180 ટેબ્લેટ ગળી લીધી હતી.બાદ ઘરે ગયાં હતાં.ઘરે ગયા બાદ તેમને ગભરામણ થવા લાગી હતી.

સારવાર દરમ્યાન વેપારીનું મોત
વેપારીને ઘરે ગભરામણ થતા જ તાત્કાલિક તેમની પુત્રી સારવાર માટે પિતાને વેસુ વિસ્તારની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યા સારવાર દરમિયાન સાંજે તેમનું મોત નીપજ્યું હતું.વેપારીએ વધુ પડતી ટેબ્લેટ ખાઈને આપઘાત કર્યો હોવાનું હાલમાં જણાઈ આવી રહ્યું છે.જોકે આપઘાત પાછળનું કારણ અકબંધ છે.

પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથધરી
બનાવની તપાસ કરી રહેલ વેસુ પોલીસ મથકના પીએસઆઇ આર.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે ગિરીશભાઈએ કયા કારણસર આ પગલું ભર્યું છે. તે હાલમાં સ્પષ્ટ થયું નથી.મૃતદેહનો પીએમ કરવામાં આવ્યુ છે, અને વિસેરાના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે.તેમજ તપાસ માટે તેમનો મોબાઈલ ફોન પણ કબ્જે કરવામાં આવ્યો છે.વધુમાં જાણવા મળ્યું છે કે, તેઓ પરિવારમાં પત્ની અને એક પુત્રી સાથે રહેતા હતા.પોલીસે આ અંગે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم