કચ્છ (ભુજ )2 કલાક પહેલા
- કૉપી લિંક
વાગડ વિસ્તારમા આરોગ્ય સેવાઓની ઉણપ છે, ત્યારે અવારનવાર સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળમાં ભુજના નરનારાયણદેવ સંસ્થાન દ્વારા મેગા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જુદા જુદા વિભાગના 60 જેટલા ડોક્ટરો દ્વારા પોતાની સેવા આપવામાં આવી હતી. ભુજ નરનારાયણદેવ દ્વી શતાબ્દી મહોત્સવ અંતર્ગત કચ્છને રોગ મુક્ત કરવાના હેતુસર પાંચ મેગા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધીમાં રવાપર, માંડવી અને અંજારમા કેમ્પ યોજાઈ ચુક્યા છે. જ્યારે આજે રાપર ખાતે ચોથો મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, તેમાં 1500 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
મેડિકલ કેમ્પ દરમિયાન સમગ્ર રાપર તાલુકાના તથા દુર્ગમ ખડીર અને ભચાઉ તાલુકા સહિતથી લોકો ઉમટયા હતા. કેમ્પમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા ડોલર, શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની, મહામંત્રી લાલજી કારોત્રા, ડોલર રાજગોર, વિનુ થાનકી, રાવતસિંહ ગોહિલ, રાજન મારાજ, હઠુભા સોઢા, ચીફ ઓફિસર નવઘણ કડ, મહેશ સુથાર, કેશુભા વાધેલા, ત્રિકાલદાસજી મહારાજ, વિનોદ દાવડા, પ્રદિપસિંહ સોઢા, ભિખુભા સોઢા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પ્રકાશદાસજી સ્વામી. પ્રભુવલ્લભદાસજી સ્વામી. પરમહંસજી સ્વામી સહિત ના સંતો ઉપસ્થિત રહ્યા હતા ગોકળભાઈ હોથી વિનોદભાઈ દાવડા વેલજી આરેઠીયા લાલજી ભાઈ પિંડોરીયા માવજી રાબડીયા નારણભાઈ કેરાઈ પ્રેમજી ભાઈ સુરજાણિ રામજી ડબારીયા બળવંત ઠક્કર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પ દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળ ના આચાર્ય રાવતસિંહ ગોહિલ અને રાજન મહારાજ દ્વારા વ્યવસ્થા જાળવવા મા આવી હતી.