ખંભાતમાં ગત રામનવમીના દિવસે થયેલા તોફાનના વધુ 16 આરોપીઓ ઝડપાયા, આ વર્ષે રામનવમીને લઈ સંવેદનશીલ વિસ્તારો માટે બેઠક યોજાશે | 16 more accused of last Ramnavami riots arrested in Khambhat, meeting to be held for sensitive areas on Ramnavami this year | Times Of Ahmedabad

ડીસા3 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ખંભાત શહેરમાં વર્ષ 2022માં રામનવમીના દિવસે કોમી રમખાણનો બન્યો હતો. આ બનાવના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ભરતા વધુ 16 આરોપીઓને આણંદ એસોજી, એલસીબી અને ખંભાત શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા. આગામી સયમમાં રામનવમીનો તહેવાર આવી રહ્યો છે. ગત વર્ષે ખંભાત શહેર ખાતે રામનવમીના દિવસે બનેલા કોમી રમખાણના ગુનામાં આરોપી ફરાર થઈ ગયા હતા. નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. ખંભાતમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન પોલીસે બાતમીના આધારે છેલ્લા એક વર્ષથી રમખાણો, હત્યા, હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓમાં અવેઝ શેખ, ઈર્શાદ ઉર્ફે ભુરીયો મલેક, મોહમ્મદ ઝુબેર મલેક, શાહિદ હુસેન ઉર્ફે દાઢી શેખ, મોહમ્મદ સોએબ મલેક, સરફરાજ હુસેન મલેક, સાબીર હુસેન શેખ, મહમદ કામીલ શેખ, ઇફત યાર હુસેન કાજી, રજા કુશન ઉર્ફે નાનીઓ મલેક, વસીમ મલેક, સલમાન ગરાસીયા, જાવીદ ખાન પઠાણ, ખબરશા દીવાન અને મહંમદ સોએબ મલેકનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે જિલ્લા પોલીસ દ્વારા આગામી ગુરૂવારના રોજ રામનવમી હોવાથી ખંભાત ઉપરાંત પેટલાદ, બોરસદ જેવા વિસ્તારોમાં કોમી શાંતિ જળવાઈ રહે તે હેતુસર જિલ્લાના અગ્રણીઓની સંકલન બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post