દેવગઢ બારીયાના ભુવાલમાં દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી,1.67 લાખના દારુ અને વાહનો સાથે 7.77 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર બુટલેગર ફરાર | Police raid during liquor cutting in Bhuwal of Devgarh Baria, Liquor worth 1.67 lakhs and vehicles seized along with goods worth 7.77 lakhs, four bootleggers absconding | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Police Raid During Liquor Cutting In Bhuwal Of Devgarh Baria, Liquor Worth 1.67 Lakhs And Vehicles Seized Along With Goods Worth 7.77 Lakhs, Four Bootleggers Absconding

દાહોદ24 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દેવગઢ બારીઆ પોલીસે દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે ટાડોળ ફળિયામાં ઓચિંતી રેડ પાડી હતી. રૂપિયા 1.67 લાખ ઉપરાંતની કિંમતના દારૂના જથ્થા સાથે બે ફોરવ્હીલ ગાડી, એક એનફીલ્ડ બુલેટ તથા એક મોટર સાયકલ મળી કુલ રૂા. 7.77 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને પેટ્રોલિંગ વખતે બાતમી મળી હતી
દેવગઢ બારીઆના સીનીટર પી.એસ.આઈ બી.એમ.પટેલ ગતરોજ બપોરના સમયે પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભુવાલ ગામે ટાડોળ ફળીયામાં રહેતા કિરણભાઈ પર્વતભાઈ કોળી પટેલ, સંજયભાઈ ઉર્ફે પાંગો પર્વતભાઈ કોળી પટેલ, મેઘામુવાડી ગામના જસવંતભાઈ બલસીંગભાઈ કોળી પટેલ તથા ભુવાલ ગામના શૈલેષભાઈ બચુભાઈ કોળી પટેલ એમ ચારે જણા કીરણભાઈ પર્વતભાઈ કોળી પટેલના ઘર આગળ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ઉતારી રાખી ફોરવ્હીલ તથા ટુવ્હીલ વાહનો મારફતે સગેવગે કરવાની તૈયારી કરતા હોવાની પી.એસ.આઈ બીએમ પટેલને બાતમી મળી હતી.

બે સ્કોર્પીયોમાંથી 31 પેટી દારુ ઝડપાયો
પોલીસે બાતમીવાળી જગ્યાએ બપોરના પોણા બે વાગ્યાના સુમારે ઓચિંતો છાપો માર્યો હતો. ત્યારે દારૂ સગેવગે કરવા માટે ભેગા થયેલા ઉપરોક્ત ઈસમો પોલિસની રેડ જોઈ નાસી ગયા હતા.જ્યારે પોલીસે સ્થળ પરથી જીજે-09 એચ-3187 નંબરની બોલેરો ગાડી તથા જીજે-17 એ.એચ-1958 નંબરની સ્ર્કોપીયો ગાડી એમ બે ગાડીઓમાંથી પોલિસે 1,67,568ની કિંમતના વિદેશી દારૂની 180 મીલીની કાચની પ્લાસ્ટીકની કુલ બોટલ નંગ-1488 ભરેલી પેટી નંગ-31 ઝડપી પાડી હતી.

વાહનો જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રૂપિયા 5 લાખની કિંમતની બે ફોરવ્હીલ ગાડીઓ, રૂપિયા 1 લાખની કિંમતની જીજે-17 બી.એલ-2700 નંબરની એનફીલ્ડ બુલેટ ગાડી તથા રૂપિયા 10,000ની કિંમતની જીજે-17 એ.એલ-726નંબરની બજાજ ડીસ્કવર મોટર સાયકલ જપ્ત કરી ચાર વાહનો તથા વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 7,77,568નો મુદ્દામાલ કબજે લઈ નાસી ગયેલા ચારે જણા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم