ભરૂચ પાલિકાનું 168 કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર, નગરજનોએ હવે પાણી વેરાના 990ના બદલે 1500 રૂપિયા ચૂકવવા પડશે | 168 Crore Budget of Bharuch Municipality approved, citizens will now have to pay Rs 1500 instead of Rs 990 for water tax | Times Of Ahmedabad

ભરૂચ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • બજેટમાં વેરામાં કરાયેલા વધારાનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

ભરૂચ નગરપાલિકાની આજે મળેલી ખાસ સામાન્ય સભામાં વર્ષ 2023-24ના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. સામાન્ય સભામાં 12.64 કરોડની પુરાંત દર્શાવતુ 168.47 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું હતું.

પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ, મુખ્ય અધિકારી, શાસક પક્ષ સહિત વિપક્ષ અને તમામ સભ્યોની ઉપસ્થિતિમાં 3 કલાક મેરેથોન બજેટ સભા ચાલી હતી. જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નગર સેવકો સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદીએ સૂચિત વેરા વધારા, દર બજેટમાં રતન તળાવ સહિત શાળાઓ અને અન્ય વિકાસના કામો માટે થતી જોગવાઈ સામે કોઈ કામ થતું ન હોય ભારે વિરોધ નોંધાવ્યો હતો.

વધુમાં સાબુઘરના આવાસોમાં 14 કરોડના કામોમાં થયેલ ભ્રષ્ટાચારના આક્ષેપ, ત્રી માસિક હિસાબોને લઈને પણ વિપક્ષે ભારે હોબાળો મચાવી શાસકોને ભીંસમાં લીધા હતા. શાસકો દ્વારા પાણી વેરો 990 રૂપિયાથી વધારી 1500 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. સફાઈ અને લાઈટ વેરામાં 5 ટકાના વધારો કરવામાં આવ્યો છે.

રૂપિયા 168.47 કરોડના બજેટમાં 9 કરોડના ખર્ચે રતન તળાવનું નવીનીકરણ. રૂપિયા 13 કરોડના ખર્ચે રંગ ઉપવનનો વિકાસ. ચાવજથી માતરિયા તળાવ નવી લાઈન માટે 27 કરોડની જોગવાઈ. મકતમપુરમાં જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશન માટે 4.81 કરોડની જાહેરાત. સેન્ટ ઝેવિયર્સ મહમદપુરા ટ્રી બ્રિજ રૂપિયા 61.99 કરોડની જોગવાઈ.

ત્રણ વોટર વર્ક્સ સ્થળે રૂપિયા 2.77 કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ. તમામ 11 વોર્ડમાં 190 રસ્તાના કામ માટે 5.50 કરોડની ફાળવણી. અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેકટ માટે 26 કરોડની જોગવાઈ. છીપવાડ, લાલબજાર, વેજલપુર અને તારાબાઈ સ્કૂલના નવીનીકરણ માટે લાખોની જોગવાઈ બજેટમાં કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…