રાજકોટ5 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ મહાપાલિકાની વેરા વસુલાત ઝુંબેશ આજે સરકારી રજાના દિવસે પણ ચાલુ રહેતા વધુ 7 મિલકને સીલ, 59ને ટાંચ જપ્તી નોટીસ અપાઇ હતી તો બપોર સુધીમાં 1.69 કરોડની રીકવરી પણ થઇ હતી. આજે ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ 90 લાખની આવક થઇ હતી.
રૂ.303.56 કરોડના વેરાની આવક
રાજકોટ મહાનગરપાલિકાની બાકી વેરાની ઉઘરાણી માટે દર વર્ષે ઝુંબેશ શરૂ કરે છે પણ વેરાની આવક 200થી 250 કરોડ આસપાસ માંડ રહે છે. બે વર્ષથી વેરા વસૂલાત શાખામાં અલાયદો રિકવરી સેલ ઊભો કરાયો હતો જેનો એકમાત્ર લક્ષ્યાંક બાકીદારો સુધી પહોંચી ઉઘરાણી કરવી અને કાર્યવાહી કરવાની છે. ગત વર્ષે 300 કરોડનો લક્ષ્યાંક હતો તેમાંથી 272 કરોડની ઉઘરાણી થઈ શકી હતી. આ વર્ષે ગમે તેમ કરીને લક્ષ્યાંક પૂરો કરવો હોય તેમ આયોજનબદ્ધ રીતે કામગીરી શરૂ કરાતા આજ સુધીમાં કુલ રૂપિયા 303.56 કરોડના વેરાની આવક થઈ છે.
250 જેટલા કર્મચારીઓની ફાળવણી
વેરા વસૂલાત શાખાએ જણાવ્યું હતું કે, આ માટે આશરે 68000 મિલકતો સુધી મનપાના કર્મચારીઓ રૂબરૂ પહોંચ્યા હતા. આ કામગીરી માટે વેરા વસૂલાત શાખાના કર્મચારીઓ ઉપરાંત અન્ય શાખા પાસેથી 250 જેટલા કર્મચારીઓની ફાળવણી કરાઈ હતી. આ તમામ કર્મચારીઓ માટે ખાસ એપ્લિકેશન વિકસાવાઈ હતી જેઓ મિલકત સુધી પહોંચી ફોન નંબર વેરિફાઈ કરી દેતા તેથી જે તે નંબર પર જ વેરા બિલ વોટ્સએપ થતો હતો આ કારણે પણ ઘણી આવક થઈ છે. આ ઉપરાંત 850થી વધુ મિલકતો સીલ કરાઈ છે જે કાર્યવાહી થતા બાકીદારોએ ફટાફટ રકમ ભરી આપી હતી.